બ્રેકિંગઃ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના, વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

અટલ સમાચાર. અમદાવાદ ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી છે. રાજ્યસભા ચુંટણીના મતદાન દરમિયાન ભરતસિંહના સંપર્કમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો આવ્યા હતા. જેને લઇને ભારે હડકંપ મચ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ સતત કામગીરી હાથ ધરી તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવવા કામગીરી કરાઇ રહી છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગઃ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના, વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

અટલ સમાચાર. અમદાવાદ

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી છે. રાજ્યસભા ચુંટણીના મતદાન દરમિયાન ભરતસિંહના સંપર્કમાં કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો આવ્યા હતા. જેને લઇને ભારે હડકંપ મચ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ સતત કામગીરી હાથ ધરી તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવવા કામગીરી કરાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેઓ વડોદરાની બેંકર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પણ ભરતસિંહ સોલંકી હતા, મતદાન સમયે તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. ભરતસિંહની તબિયત નાદુરસ્ત રહેતા ગઇકાલે ટેસ્ટ કરાયો હતો. આજે સવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ભરતસિંહ વિધાનસભામાં પ્રવેશ્યા ત્યારે સ્કિનિગ કરાયુ હતું. જો કે ત્યારે તાપમાન સામાન્ય હતું. કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને પત્રકારોના સંપર્કમાં ભરતસિંહ સોલંકી
આવ્યા હતા.