રીપોર્ટ@દેશ: સુપ્રીમ કોર્ટમાં પુર્વ IPS સંજીવ ભટ્ટ કેસની સુનાવણી 6 સપ્તાહ માટે સ્થગિત  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુપ્રીમ કોર્ટે ગુજરાતના પુર્વ આઈપીએસના કસ્ટોડીયલ ડેથ મામલાની સુનાવણી 6 અઠવાડીયા માટે સ્થગિત કરી દીધી છે. સંજીવ ભટ્ટ વિરૂધ્ધ 1990 માં એક આરોપીનુ કસ્ટડી દરમ્યાન મોત થવાના મામલે સજા રદ કરવા ઉપર સુનાવણી ચાલી રહી હતી. ત્રણ જજોની પીઠે સંજીવ ભટ્ટની સજા રદ કરવાની સુનાવણી પર વકીલ કપીલ સીબ્બલની વિનંતી
 
રીપોર્ટ@દેશ: સુપ્રીમ કોર્ટમાં પુર્વ IPS સંજીવ ભટ્ટ કેસની સુનાવણી 6 સપ્તાહ માટે સ્થગિત  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુપ્રીમ કોર્ટે ગુજરાતના પુર્વ આઈપીએસના કસ્ટોડીયલ ડેથ મામલાની સુનાવણી 6 અઠવાડીયા માટે સ્થગિત કરી દીધી છે. સંજીવ ભટ્ટ વિરૂધ્ધ 1990 માં એક આરોપીનુ કસ્ટડી દરમ્યાન મોત થવાના મામલે સજા રદ કરવા ઉપર સુનાવણી ચાલી રહી હતી. ત્રણ જજોની પીઠે સંજીવ ભટ્ટની સજા રદ કરવાની સુનાવણી પર વકીલ કપીલ સીબ્બલની વિનંતી પર સુનાવણી સ્થગિત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1990માં ભારત બંધના દંગા મામલે જામનગરના તત્કાલ મદદનીશ પોલીસ અધિક્ષક સંજીવભટ્ટે પ્રભુદાસ વૈષ્ણવ સહીત લગભગ 133 લોકોની ધરપકડ કરી હતી. સંજીવ ભટ્ટના દાવા પ્રમાણે ધરપકડમાંથી છોડ્યાના અનેક દિવસો બાદ પ્રભુદાસનુ મોત થયુ હતુ. આ મામલાનુ સંજ્ઞાન કોર્ટે 1995માં લીધુ હતુ. હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાથી મામલો 2011 સુધી ચાલ્યો પરંતુ સ્ટે હટાવી લેંતા મામલો ફરિથી ચાલ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વર્ષ 2011માં સંજીવ ભટ્ટે 2002ના ગુજરાત દંગામાં તત્કાલીન મુખ્યમંત્રીની મિલીભગતના આરોપ લગાવ્યા હતા. જેમાં તેમને તત્કાલીન મુખ્યમંત્રીએ બોલાવેલી 27/02/2002ની બેઠકમાં પોતે હાજર હોવાનો દાવો કર્યો હતો. ભટ્ટને જામનગરની કોર્ટે 2019માં પ્રભુદાસની કસ્ટડી ડેથ મામલે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેઓ હાલ પાલનપુરની જેલમાં બંદ છે. તેમની આ સજાને રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મનાઈ ફરમાવી હતી.