મહેસાણા નજીકની ગણપત યુનિવર્સીટીના સ્થાપક-NRIને મળ્યો પદ્મશ્રી એવોર્ડ
મહેસાણા નજીકની ગણપત યુનિવર્સીટીના સ્થાપક-NRIને મળ્યો પદ્મશ્રી એવોર્ડ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના ખેરવા પાસે આવેલ ગણપત યુનિવર્સીટીના સ્થાપક અને હાલ અમેરિકા રહેતા ગણપતભાઇ પટેલને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ભારત સરકારે ગણપતભાઇ પટેલની શિક્ષણક્ષેત્ર હેઠળની કેટેગરીમાં પસંદગી કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પછી મૂળ મહેસાણાના પાટીદારને પદ્મ સન્માન મળ્યું છે.બિનનિવાસી ભારતીય ગણપતભાઈ પટેલને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.

ગણપતભાઇનો જન્મ 12 જાન્યુઆરી 1945 ના રોજ થયો હતો. તેઓ 1965મા અમેરિકા ગયા હતા. જયાં વ્યવસાય સાથે જોડાઇ અમેરિકા સ્થાયી થયા બાદ એપ્રિલ 2005માં ગણપત યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. જેમાં 45 કરોડથી વધુ દાન ગણપતભાઇ પટેલે આપ્યું હતુ. ગણપત યુનિવર્સીટીમાં 4 મોટી કોલેજો, 24 વિદ્યાશાખાઓમાં 15000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગણપતભાઈ પટેલે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. આ સાથે તેમણે કેલિફોર્નિયામાંથી ઇલેક્ટ્રોનિક એન્જીનીયરની પદવી પણ મેળવી છે. તેમણે અમેરિકામાં ચેરોકી ઇન્ટરનેશનલ પાવર સપ્લાય કરતી કંપની સ્થાપી છે. અમેરિકન સોસાયટી ઓફ એન્જીનીયર ઓફ ઇન્ડિયન ઓરિજિન તરફથી ગણપતભાઇ પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે.