ઉત્તર ગુજરાતના 4 અધિકારીઓ મુંઝવણમાંઃમલાઈદાર જગ્યા પર બદલી લેવાની ફીરાકમાં

અટલ સમાચાર, મહેસાણા ઉત્તરની પાંચ જિલ્લા વહિવટીતંત્રની કચેરીમાં કેટલાક અધિકારીઓને ખમ્મા અને મજા છે. તો સામે એવા અધિકારીઓ પણ છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુંઝવણમાં છે. હાલની જગ્યા પર જમાવટ આવતી ન હોવાથી મલાઈદાર જગ્યા પર બદલી કરાવવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. આ માટે વિવિધ પ્રકારે મથામણમાં લાગેલા છે. ઉત્તર ગજુરાતના પાંચ હેડક્વાટર્સ
 
ઉત્તર ગુજરાતના 4 અધિકારીઓ મુંઝવણમાંઃમલાઈદાર જગ્યા પર બદલી લેવાની ફીરાકમાં

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તરની પાંચ જિલ્લા વહિવટીતંત્રની કચેરીમાં કેટલાક અધિકારીઓને ખમ્મા અને મજા છે. તો સામે એવા અધિકારીઓ પણ છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુંઝવણમાં છે. હાલની જગ્યા પર જમાવટ આવતી ન હોવાથી મલાઈદાર જગ્યા પર બદલી કરાવવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. આ માટે વિવિધ પ્રકારે મથામણમાં લાગેલા છે.

ઉત્તર ગજુરાતના પાંચ હેડક્વાટર્સ અને તાલુકા મથકો પૈકી કેટલીક જગ્યા એવી છે કે અધિકારીઓને પરાણે ખુશ રહેવું પડે તેમ છે. જો કોઈ ગોડ ફાધર ન હોય તો અધિકારીનો રુઆબ પણ કારકૂન જેવો બની જાય છે. બરાબર આવી સ્થિતિ ઉ.ગુ.ના પાંચેક અધિકારીઓ ભોગવી રહ્યા છે.

વિવિધ પ્રકારની માનસિકતા ધરાવતા આ અધિકારીઓ ક્લાસ-1 જગ્યા પર ફરજ બજાવે છે પરંતુ લાગતા-વળગતા સાથે અવાર-નવાર જમાવટ નથી આવી તેવો બળાપો કાઢી રહ્યા છે. આથી સારી જગ્યા પર બદલી થવાની આશા સાથે રાજકીય આગેવાનો મારફત લોબિંગ કરી રહ્યા છે.

બદલી કરાવવાના આશય પણ અલગ અલગ છતાં મોટાભાગના મલાઈદાર જગ્યા પર બદલીનું પોસ્ટિંગ ઈચ્છી રહ્યા છે. રોજેરોજ નાખુશ મનથી નોકરી કરતા હોવાથી ઘણી વખત તાબા હેઠળના કર્મચારી સાથે કે અરજદાર સાથે લાલઘૂમ પણ બની જાય છે. હાલની જગ્યા ઉપર ફરજ બજાવવામાં કંઈ લેવાનું નથી અને ભેજામારીનો પાર નથી તેવા શબ્દો સાથે આક્રોશ ઠાલવી મન વાળી રહ્યા છે.

બદલી થાયતો સહયોગ સામે સહયોગની તૈયારી

બદલી ઈચ્છુક અધિકારીઓ જો પસંદગીના સ્થળે ફરજ અપાય તો સહયોગ કરનારને સહયોગ કરવા તૈયારી દર્શાવી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટાગજાના વચેટીયાની શોધમાં પણ લાગેલા છે.