છેતરપિંડી@બનાસકાંઠા: 42થી વધુ લોકોને જાણ વગર બેંકમાં ખાતું ખોલી દેતાં સનસનાટી મચી

 
વડાલી
લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ ખાતામાં થયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

સાબરકાંઠાના વડાલીમાં 42થી વધુ વ્યક્તિઓના ખાનગી બેન્કોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ફક્ત બેન્ક ખાતા જ નહી ડીમેટ ખાતા પણ બની ગયા હતા. 2016થી આ બેન્ક એકાઉન્ટ બની ગયા હતા. આ ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ જમા થયા હતા.આ અંગે વડાલી પોલીસ મથકે ફરિયાદ કરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમા લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન આ ખાતામાં થયું હોવાની જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

 

પોલીસનું માનવું છે કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે કેવાયસી માટે લઈ ગયેલા દસ્તાવેજોનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. તેના પગલે આ 42 વ્યક્તિઓ પાસેથી કોણકોણ દસ્તાવેજો લઈ ગયું હતું અને કઈ કઈ એજન્સીઓએ તેમનું કેવાયસી કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે. પોલીસ જોઈ રહી છે કે હાલમાં કેવાયસી દ્વારા થતાં ફ્રોડમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી નાગરિકોએ સાવચેત થવું જરૂરી છે.આ બનાવને ધ્યાનમાં રાખીને પોલીસે આગામી સમયમાં કેવાયસી કરતી એજન્સીઓની કેવાયસી શરૂ કરે તેવી સંભાવના છે. મોટાભાગની ઠગાઈનો પ્રારંભ કેવાયસી એજન્સીઓ થકી જ થતો હોય છે. પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ બતાવે છે કે કેવાયસી માટેના દસ્તાવેજોનો ઉપયોગ કયા પ્રકારે થતો હોય છે.