છેતરપિંડી@જોટાણા: FDની જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવ્યું, બેંક મેનેજર સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, જોટાણા જોટાણામાં બેંક મેનેજર અને અન્ય શખ્સે મળી ગ્રાહકને છેતરી ફિક્સ ડોપોઝીટની જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસે સ્થાનિક નિવૃત્ત આચાર્ચએ 1 લાખની એફડી કરાવવા બેંકમાં ગયા બાદ મેનેજરે તેમનો વિશ્વાસ કેળવી ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવ્યું હતુ. જે બાદમાં નિવૃત્ત આચાર્યને જાણ થતાં તેમણે
 
છેતરપિંડી@જોટાણા: FDની જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવ્યું, બેંક મેનેજર સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, જોટાણા

જોટાણામાં બેંક મેનેજર અને અન્ય શખ્સે મળી ગ્રાહકને છેતરી ફિક્સ ડોપોઝીટની જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત દિવસે સ્થાનિક નિવૃત્ત આચાર્ચએ 1 લાખની એફડી કરાવવા બેંકમાં ગયા બાદ મેનેજરે તેમનો વિશ્વાસ કેળવી ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવ્યું હતુ. જે બાદમાં નિવૃત્ત આચાર્યને જાણ થતાં તેમણે પૈસા પરત માંગતાં ઇસમોએ આજદીન સુધી ખોટા આશ્વાસ આપી પૈસા પરત ન આપ્યાં હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. જેને લઇ નિવૃત્ત આચાર્યએ 2 ઇસમ સામે સાંથલ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના જાકાસણા ગામના નિવૃત્ત આચાર્યએ બેંક મેનેજર અને અન્ય એક ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ જાકાસણાના આત્મારામભાઇ મણીલાલ પટેલ 22-11-2019ના રોજ જોટાણા બેંક ઓફ બરોડામાં 1 લાખની એફડી કરાવવા ગયા હતા. જ્યાં મેનેજર હિમાંશુભાઇ રાકેશભાઇ મકવાણાએ કહેલ કે, તમે એફડીની જગ્યાએ હું કહું ત્યાં પૈસાનું રોકાણ કરો, તેમાં તમને વ્યાજ પણ વધુ મળશે અને તમારા પૈસા જ્યારે જોઇએ ત્યારે પરત મળી રહેશે. જેથી વિશ્વાસમાં આવી આત્મારામભાઇએ એક ઇન્ડીયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપીના હિમાંશુ બાબુભાઇ મકવાણા સાથે વાતચીત કરી 1 લાખનું રોકાણ કર્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એક લાખના રોકાણ બાદ ફરીયાદીના ઘરે પોલીસી બુક આવતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતા. જેમાં તેમના ઘરે ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સ કંપનીની ગેરેન્ટેડ રીટાયરમેન્ટ પ્લાન લીધો હોવાનું ખુલ્યુ હતુ. જેમાં દર દર્ષે રોકાણ વખતે જેટલી રકમનું પ્રિમિયમ ભર્યુ તેટલું પ્રિમિયમ ભરવાનું જણાવ્યું હતુ. જેને લઇ નિવૃત્ત આચાર્યએ તપાસ કરતાં હિમાંશુ રાકેશભાઇ મકવાણા અને હિમાંશુ બાબુભાઇ મકવાણાને કંપની દ્રારા ટાર્ગેટ આપવામાં આવતાં હોઇ અન્ય ગ્રાહકો પાસે પણ આવી રીતે રોકાણ કરાવેલ છે. જેથી પૈસા પરત માંગતાં ઇસમોએ ખોટા આશ્વાસનો આપી પૈસા નહીં આતાં નિવૃત્ત આચાર્યએ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ સાંથલ પોલીસે ઇસમો સામે આઇપીસી કલમ 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.