આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી કેટલીક દાળબાટીની હોટેલોમાં ફાયર સેફટીની કીટ લગાવવી જરૂરી હોવા સહિતની દલીલ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ છે. ઠગ ટોળકીના ઇસમોએ શહેરના 6 થી 7 હોટલમાલિકોને બનાવટી કીટ પધરાવી ગયા હોવાની ઘટનાને પગલે વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. 3250ના કિંમતની હલકી ગુણવત્તાવાળી કીટથી વેપારીઓ લાલઘુમ બન્યા છે.

ખેડબ્રહ્મા શહેરમાં દાળબાટીવાળા છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યુ છે. ગુરૂવારે સાંજે ફાયર સેફટીની કીટ વેચવા કેટલાક ઇસમોએ શહેરભરના કેટલાક વેપારીઓની મુલાકાત લીધી હતી. જેમાં બસ સ્ટેન્ડ નજીક ૪, ઉંડવા વિસ્તાર નજીક ૧, પોલીસ સ્ટેશન સામે ૧ અને લક્ષ્મીપુરા ચારરસ્તા નજીક ૧ સહિત ૬ દાળબાટીવાળાને ભોળવવામાં આવ્યા હતા. બોગસ ઇનવોઇસ લેટરપેડ ઉપર હલકી ગુણવત્તા ધરાવતી કીટ રૂ.3250ની કિંમતે લગાવી બેનામી વેપારી ઇસમો ચાલી ગયા હતા. બાદમાં કીટ અંગે તપાસ કરતા છેતરાયા હોવાનું ભાન થતા ખેડબ્રહ્મા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હોટલ સીલ કરવાની ધમકી આપી હલકી ગુણવત્તાના ફાયર સેફટી સિલિન્ડર પધરાવી દેવાની ઘટના સામે આવતા પંથકમાં ચર્ચાએ જોર પકડયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code