છેતરપિંડી@મોડાસા: વેપારીની જાણ બહાર તેના મિત્રએ કાર વેચી મારી, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસાના વેપારીની કારને તેના મિત્રએ જાણ બહાર બારોબાર વેચી મારતાં ઇસમ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. ગત માર્ચ મહિનામાં આરોપી ઇસમ વેપારીનો મિત્ર હોઇ તેના પિતાને અમદાવાદ હોસ્પિટલ લઇ જવાનુ હોઇ ગાડીની જરૂરત હોઇ લઇ ગયો હતો. જે બાદમાં બહાના બતાવી ગાડી નહીં આપતા વેપારી કંટાળી ગયા હતા. આ દરમ્યાન
 
છેતરપિંડી@મોડાસા: વેપારીની જાણ બહાર તેના મિત્રએ કાર વેચી મારી, ઇસમ સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસાના વેપારીની કારને તેના મિત્રએ જાણ બહાર બારોબાર વેચી મારતાં ઇસમ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. ગત માર્ચ મહિનામાં આરોપી ઇસમ વેપારીનો મિત્ર હોઇ તેના પિતાને અમદાવાદ હોસ્પિટલ લઇ જવાનુ હોઇ ગાડીની જરૂરત હોઇ લઇ ગયો હતો. જે બાદમાં બહાના બતાવી ગાડી નહીં આપતા વેપારી કંટાળી ગયા હતા. આ દરમ્યાન આરોપી ઇસમે સપ્ટેમ્બર મહિનામાં કહેલ કે, તારી ગાડી વેચી મારેલ છે તારાથી થાય એ કરીલે. જે બાદમાં વેપારીએ પોલીસ મથકે અરજી આપતાં ઇસમ ગાડી પોલીસ મથકે મુકી ગયો હતો. જોકે ગાડીના હપ્તા ચડ્યાં હોઇ અને ઘસારાનો ખર્ચ આપવાનો ઇન્કાર કરતાં વેપારીએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતાં નિલેશકુમાર ધનવાણીના મિત્ર મોહંમદ સિદ્દીક જાકીર હુસૈને ગત 20 માર્ચ 2020ના રોજ પિતાને દવાખાને લઇ જવા તેમની પાસે કાર માંગી હતી. જેથી નિલેશકુમારે પોતાની વર્ના કાર આપ્યા બાદ આરોપી ઇસમે ફોન કરીને કહેલ કે, હજી બે-ત્રણ દિવસ અમદાવાદ રોકાવાનું થશે. આ તરફ લોકડાઉન આવ્યુ હોવાની હવે લોકડાઉન ખુલે ત્યારે કાર આપું તેવા વાયદા કરતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગત 10 સપ્ટેમ્બરે ફરીયાદીએ આરોપીના ઘરે તપાસ કર્યા બાદ પણ કાર મળી ન હતી. જે બાદમાં આરોપીને ફોન કરતાં તેને કહેલ કે, તારી કાર મે વેંચી નાંખેલ છે. તારાથી થાય તે કરી લેજે. આ ચરફ ફરીયાદીએ પોલીસમાં અરજી આપતાં આરોપી 31 ડીસેમ્બરે કાર પોલીસ સ્ટેશને મુકવા આવ્યો હતો. જોકે ગાડીના હપ્તાં ચઢેલ હોઇ અને ઘસારો થયો હોઇ ફરીયાદીએ ખર્ચો માંગતાં આરોપીને ના પાડી દીધી હતી. જેથી નિલેશકુમાર આરોપી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીનું નામ

  • મોહંમદ સિદ્દીક જાકીર હુસૈન ટીંટોઇયા, રહે.૬ર,સાબલીયા સ્ટેટ સોસાયટી, ડુઘરવાડા રોડ, મોડાસા, જી.અરવલ્લી