આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર શહેરમાં ઇસમોએ ટ્રેક્ટર ખરીદીને 4.71 લાખનો ચેક આપ્યાં બાદ બાઉન્સ થતાં ચાર ઇસમો વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ ગત વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં સતલાસણા તાલુકાના 3 વ્યક્તિઓએ શો-રૂમમાંથી એક ટ્રેક્ટર પસંદ કર્યુ હતુ. જે બાદમાં 1 લાખ રોકડા બાકીના પૈસા અઠવાડીયામાં આપવાનું કહ્યુ હતુ. જોકે સેલ્સ મેનેજરે અઠવાડીયા બાદ અવાર-નવાર પૈસાની માંગ કરવા છતાં ઇસમોએ પૈસા નહીં આપતાં પોલીસમાં અરજી કરી હતી. જેથી ઇસમોના પરીજને ત્રણ ચેક આપ્યા બાદ તમામ ચેક બાઉન્સ થતાં મેનેજરે 4 ઇસમો વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરના ડીસા હાઇવે પર બાલારામ એગ્રી ઇક્વીપમેન્ટ(સોનાલિકા ટ્રેક્ટર)ની એજન્સી આવેલ છે. જેમાં સેલ્સ મેનેજર ફરજ બજાવતાં ખુશાલભાઇ પટેલ પાસે 21-10-2020ના રોજ ગ્રાહક તરીકે 3 વ્યક્તિ આવ્યા હતા. જેમાં ચૌધરી નવિનભાઇ બેચરભાઇ, ચૌધરી કિરણકુમાર બેચરભાઇ(બંને રહે.હિંમતપુરા, તા.સતલાસણા, જી.મહેસાણા) અને વિપુલસિંહ ધુળસિંહ ચૌહાણ (ઉમરી,તા.સતલાસણા) આવ્યા હતા. જે બાદમાં આ ત્રણેયએ એક ટ્રેક્ટર પસંદ કરતાં 5.71 લાખમાં ખરીદવાનું નક્કી કર્યુ હતુ. જેથી 1 લાખ બાના પેટે આપી બાકીના પૈસાની લોન કરાવવાનું કહી ઇસમો ટ્રેક્ટર ખરીદ્યું હતુ. જે બાદમાં વાયદા મુજબ લોન નહીં થતાં મેનેજરે ફોન કરી સંપર્ક કરતાં લોન નહીં થયાનું જણાવી પૈસા થોડાક દિવસોમાં આપી દઇશું તેવું ઇસમોએ કહ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ દરમ્યાન વારંવાર ઉઘરાણી છતાં ઇસમો પૈસા નહીં આપતાં મેનેજરે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેથી આ ત્રણેય વતી મેઠાભાઇ ઉર્ફે મહેશભાઇ વીરાભાઇ ચૌધરી (રહે.બાલોસણા, તા.સતલાસણા, જી.મહેસાણા) વાળાએ ટ્રેક્ટરની બાકીની રકમની જવાબદારી લઇ ચુકવવાના થતાં પૈસા પેટે ત્રણ ચેક આપ્યા હતા. જે બાદમાં આ ચેક જમા કરાવતાં ત્રણેય ચેકો બાઉન્સ થતાં મેનેજર ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં કુલ ચાર ઇસમો વિરૂધ્ધ 4.71 લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પાલનપુર વેસ્ટ પોલીસે ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code