છેતરપિંડી@ઊંઝા: ATMનો પાસવર્ડ મેળવી 39 લાખથી વધુ ઉપાડી લીધા
અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ઓનલાઇન ફ્રોડની ઘટના સામે આવી છે. ઊંઝાના એક ઈસમ સાથે 39 લાખથી વધુની છેતરપિંડી થઈ છે. આરોપીએ ATMનો પાસવર્ડ મેળવી ઊંઝામાં આવેલા એસબીઆઈના ATM માંથી નાણાં ઉપાડી લેતાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઊંઝા શહેરમાં ઐઠોર ચોકડી નજીક રહેતા અને મૂળ વડોદરાના દુર્ગાકાંત વાસુદેવ રામકેવલ ચૌઘરી સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન
Jul 25, 2019, 13:11 IST

અટલ સમાચાર,મહેસાણા
ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ઓનલાઇન ફ્રોડની ઘટના સામે આવી છે. ઊંઝાના એક ઈસમ સાથે 39 લાખથી વધુની છેતરપિંડી થઈ છે. આરોપીએ ATMનો પાસવર્ડ મેળવી ઊંઝામાં આવેલા એસબીઆઈના ATM માંથી નાણાં ઉપાડી લેતાં પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ઊંઝા શહેરમાં ઐઠોર ચોકડી નજીક રહેતા અને મૂળ વડોદરાના દુર્ગાકાંત વાસુદેવ રામકેવલ ચૌઘરી સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન ચૂનો લગાવવામાં આવ્યો છે. ગત તા.12 જુલાઇથી 24 જુલાઇ દરમ્યાન કોઇ ઈસમે તેમના બેંક એકાઉન્ટના એટીએમનો પાસવર્ડ મેળવી લીધો હતો. આ પછી આરોપીએ ઊંઝા શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ATM માંથી રૂપિયા 39,53,100 બારોબાર ઉપાડી લીધા હતા.
ઘટનાની જાણ ખાતાધારક દુર્ગાકાંત ચૌધરીને થતાં પગ તળેથી જમીન સરકી ગઈ છે. ઓનલાઇન ફ્રોડ થયાનું જાણી આરોપી ઈસમ વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.