મહેસાણાના ટ્રાવેલ્સ એજન્ટ સાથે રૂ.70 લાખની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર.મહેસાણા મહેસાણામાં જાપાનના વિઝા અપાવવાના બહાને રૂ.78 લાખની માતબર રકમ પડાવી લીધા બાદ માત્ર 8 લાખ પરત ચેકથી આપ્યા હતા બાકીના 70 લાખની રકમ પરત નહી આપી છેતરપિંડી કરતા આ મામલે મહેસાણા શહેર બી ડીવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોધાવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પટેલ પિયુષભાઇ રમેશભાઇ (ઉ.વ.30,ધંધો ટુર એન્ડ ટ્રાવેલ્સ, રહે.પુરણપુરા, તા.વિસનગર)
 
મહેસાણાના ટ્રાવેલ્સ એજન્ટ સાથે રૂ.70 લાખની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર.મહેસાણા

મહેસાણામાં જાપાનના વિઝા અપાવવાના બહાને રૂ.78 લાખની માતબર રકમ પડાવી લીધા બાદ માત્ર 8 લાખ પરત ચેકથી આપ્યા હતા બાકીના 70 લાખની રકમ પરત નહી આપી છેતરપિંડી કરતા આ મામલે મહેસાણા શહેર બી ડીવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પટેલ પિયુષભાઇ રમેશભાઇ (ઉ.વ.30,ધંધો ટુર એન્ડ ટ્રાવેલ્સ, રહે.પુરણપુરા, તા.વિસનગર) પાસેથી રાજેશભાઇ હરગોવનદાસ વૈદ્ય(રહે.પાલડી,અમદાવાદ) અને રાજવીર ચૌહાણ(મુંબઇ)એ વિશ્વાસમાં લઇને પુર્વઆયોજીત પ્લાન બનાવી જાપાનના વિઝા કરી આપવાના બહાને અલગ -અલગ પેસેન્જરોના પાસપોર્ટ મેળવી તેમા ચેડા કરી જાપાન દેશના નકલી વીઝા સ્ટીકર બનાવી પાસપોર્ટમાં ચોટાળી સાચા હોવાનું જણાવી વિશ્વાસઘાત કર્યો હતો. અને રૂ.78 લાખની રકમ ટ્રાવેલ્સનો ધંધો કરતા પટેલ પિયુષભાઇ પાસેથી પડાવી લીધી હતી. જો કે છેતરપીંડીની જાણ થતા પૈસા પરત માંગતા રૂ.8 લાખ ચેકથી પરત આપ્યા હતા બાકીના રૂપિયા 70 લાખ બંને ઠગોએ પરત નહી આપતા ટ્રાવેલ્સ એજન્ટ પટેલ પિયુષભાઇ રમેશભાઇએ છેતરપિંડી અને વિશ્વાસઘાત મામલે રાજેશ વૈદ્ય અને રાજવીર ચૌહાણ સામે ગુરુવારે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. આ અંગે પો.ઇન્સ.વી.પી. પટેલ વધુ તપાસ હાથ ધરી છે.