છેતરપિંડી@અમદાવાદ: સાયબર ક્રાઇમ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 1.15 કરોડની ઠગાઈ

 
સાયબર ફ્રોડ

સાયબર ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા માઈકા ઇન્સ્ટિટયૂટના પ્રેસિડેન્ટ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સીબીઆઇ તથા સાઇબર ક્રાઇમના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ફરિયાદી પાસેથી 1.15 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.બોડક દેવમાં રહેતા શૈલેન્દ્રરાજ મહેતામાઈલા ઈન્સ્ટિટ્યૂટમાં 7 વર્ષથી નોકરી કરે છે. જેમના ઉપર ફેડેક્સ કુરિયરના નામે ફેક કોલ આવ્યો હતો.

જેસન નામના વ્યક્તિએ Skype એપ્લિકેશન મારફતે વીડિયો કોલ કરી વોરંટ આવ્યું છે તેમ કહીને ડરાવ્યા હતા. એ વ્યક્તિએ કહ્યું કે, મુંબઈ કસ્ટમ વિભાગે તમારું પાર્સલ જપ્ત કર્યું છે જેમાંથી 200 ગ્રામ ડ્રગ ઝડપી લેવામાં આવ્યાનું કહીને ડરાવવામાં આવ્યા હતા.એ પછી ફરિયાદીને મુંબઈ સાયબર સેલમાં ફોન કનેક્ટ કરવાનું કહીને ત્યાં ઓફિસર પ્રકાશ સાથે વાત કરાવી હતી. ફરિયાદીની બેંક એકાઉન્ટની વિગતો માંગીને તમારું ફન્ડિંગ આતંકી પ્રવૃત્તિઓમાં વપરાય છે તેમ કહીને ગુનો નોંધવાની ધમકી પણ આપવામાં આવી હતી. હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.