છેતરપિંડી@પાલનપુર: આંગડિયા પેઢીના કર્મચારી સાથે જ્વેલર્સે રૂ.22.47 લાખની ઠગાઈ આચરી

 
પાલન પુર ફ્રોડ

બાદમાં છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુરમાં આવેલ ગુરૂનાનક ચોકમાં હરીઓમ માર્કેટમાં મહેન્દ્રકુમાર પ્રવીણભાઈની કુા.નામની આંગડીયા પેઢીમાં બે વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા બળવંતસિંહ ચમનજી રાજપૂત આંગડિયા પેઢીમાં આવતા સોના ચાંદીના પાર્સલો જે તે સ્થળે ડિલિવરી કરવાનું કામ કરતા હોઈ અને પાર્સલનો વિમો હોય છે.પાર્સલ ઉપર લખેલ કિંમત ચુકવવાની જવાબદારી આંગડીયા પેઢીની હોય છે.

છેલ્લા બે વર્ષથી પાલનપુરમાં ઢાળવાસ વિસ્તારમાં આવેલ યમુના જ્વેલર્સ નામની દુકાન ચલાવતા હેમંતભાઈ જગદીશભાઈ સોનીને ત્યાં તા.24 જાન્યુઆરીએ તેમનું પાર્સલ આવેલ તેના નાણાં રૂા.3,07,220 તથા 31 જાન્યુઆરીએ 3,43,990 રૂા.નુ પાર્સલ આવેલ આમ તા.10 ફેબ્રુઆરી સુધીમાં રૂા.22,47,670ના પાર્સલ આવેલા અને તેના નાણાં બાકી રાખેલ અને વિશ્વાસ કેળવીને પોતાની જવાબદારી પર બળવંતસિંહ રાજપૂતે પાર્સલ આપેલ હતા. બાદમાં ફોન કરી ફરાર થતા છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.