રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોચવી અને સપના આવવાનું શું છે કારણ જાણો

અટલ સમાચાર.ડેસ્ક અમેરિકાની એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર કોવિડ-19ના સમયમાં સ્લીપ એપનિયાની ફરિયાદ વધી શકે છે. રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચવી સ્લીપ એપનિયાનું લક્ષણ છે. સવારે માથામાં દુખાવો થાય અને દિવસે ઊંઘ આવે તો ડોક્ટરની સલાહ લેવી. દેશની 13 ટકા વસ્તી ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયાથી પીડિત છે. સ્લીપ એપનિયાની સ્થિતિમાં એક કલાકમાં ત્રીસ કે તેથી વધુ વખત,
 
રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોચવી અને સપના આવવાનું શું છે કારણ જાણો

અટલ સમાચાર.ડેસ્ક

અમેરિકાની એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર કોવિડ-19ના સમયમાં સ્લીપ એપનિયાની ફરિયાદ વધી શકે છે. રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચવી સ્લીપ એપનિયાનું લક્ષણ છે. સવારે માથામાં દુખાવો થાય અને દિવસે ઊંઘ આવે તો ડોક્ટરની સલાહ લેવી. દેશની 13 ટકા વસ્તી ઓબસ્ટ્રક્ટીવ સ્લીપ એપનિયાથી પીડિત છે. સ્લીપ એપનિયાની સ્થિતિમાં એક કલાકમાં ત્રીસ કે તેથી વધુ વખત, શ્વાસની તકલીફ અને ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે.

એક રીસર્ચ પરથી એવું તારણ નીકળ્યુ છે ઊંઘના સમયે આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન ફરતા રહે છે. જેનાથી શરીરની દૈનિક ક્રિયાઓ થાય છે. ઊંઘ દરમિયાન શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે. હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર ઘટી જાય છે. જેનાથી હૃદયને આરામ મળે છે. જો તમારી રાતની ઊંઘ એક કલાક ઓછી થઈ જાય તો બીજા દિવસે અલર્ટનેસ 32 ટકા ઘટી જાય છે. હકીકતમાં આપણી ઊંઘ ત્રણથી ચાર ચક્રમાં પૂરી થાય છે. દરેક ચક્ર લગભગ પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે. ચોથો તબક્કો સૌથી ગાઢ નિદ્રાનો હોય છે. પાંચમો તબક્કો રેપિડ આઈ મૂવમેન્ટનો તબક્કો છે જેમાં આપણે સપના જોઈએ છીએ.

સ્લીપ એપનિયા એક પ્રકારની ઊંઘની બીમારી છે. ઊંઘતી વખતે વચ્ચે શ્વાસ લેવાની પ્રક્રિયા અટકી જાય છે. તેના કારણે ફેફસાંમાં ઓક્સિજન ઘટી જાય છે. મગજ આ ઊણપને 10 સેકન્ડ સુધી જ સહન કરી શકે છે. આવી સ્થિતિમાં ઊંઘ ઉડી જાય છે. વારંવાર ઊંઘ આવવી અને ઉડી જવી આ ચક્રને સ્લીપ એપનિયા કહેવામાં આવે છે.

ભારતીયો બીજા ક્રમે છે
એક રિસર્ચ અનુસાર સૌથી ઓછી ઊંઘ લેવાના કિસ્સામાં ભારતીયો બીજા નંબર પર છે. એક ભારતીય સરેરાશ 7 કલાક અને 1 મિનિટની ઊંઘ લે છે. જ્યારે આપણા કરતા પણ ઓછી ઊંઘ જાપાનના લોકો 6 કલાક 41 મિનિટ લે છે.ગાઢ ઊંઘની બાબતમાં ભારતીયો સૌથી પાછળ છે. આખી રાત સરેરાશ 77 મિનિટ ગાઢ ઊંઘ લે છે. આ આંકડા 1 ઓગસ્ટ 2018થી 31 જુલાઈ 2019ની વચ્ચે કરવામાં આવેલા રિસર્ચના અનુસાર છે.