File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકામાં સત્તાધીન કોંગી નગરસેવકો વચ્ચેનો ટકરાવ ખુલીને સામે આવ્યો છે. ભારે નારાજગી વચ્ચે આજે અચાનક 17 નગરસેવકોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે. નક્કી થયા મુજબ સત્તા લાલચુ પ્રમુખની ટર્મ પૂર્ણ થતી હોવાના દાવા વચ્ચે રાજીનામું આપવાની માંગ પૂર્ણ ન થતા નારાજગી ચરમસીમાએ પહોંચી છે. સભ્યોનો પ્રમુખ વિશ્વાસ ગુમાવી ચુક્યા હોવાનું કારણ આપતા પાલિકા પ્રમુખને ખુરશી જવાનો ભય દેખાયો છે. જેથી પદ બચાવવા મળતીયાઓને કામે લગાવ્યા છે.

ઉત્તર ગુજરાતના રાજકીય કેન્દ્રબિંદુ ગણાતા મહેસાણા શહેરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ પાર્ટીના જ સભ્યોએ અવિશ્વાસ રજૂ કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપ પર મેળવવા અહીં ક્લીક કરો

મનસ્વીપણે વહિવટ કરતા હોવાથી, સભ્યો ઉપર વેરભાવ રાખતા હોવાથી, અમુક વિસ્તારોના કામોની અદેખી કરતા હોવાથી, સામાન્ય સભામાં ચર્ચા મુજબના ઠરાવો ન લખતા હોવા સહિતના કારણો આપી 17 સભ્યોએ પોતાની જ કોંગ્રેસ પાર્ટીના ઘનશ્યામને હોદ્દા ઉપરથી દૂર કરવા મથામણ આદરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સંગઠનમાં અગાઉ ઘનશ્યામ સોલંકી માટે પાલિકામાં પ્રમુખ તરીકેનો કાર્યકાળ નક્કી થયો હતો. જેમાં સમયગાળો પૂર્ણ થયો હોવાનો દાવો અને પદ ઉપર યથાવત રહેવાના દાવા વચ્ચે બે જૂથ પડી ગયા છે. જેમાં પ્રમુખ ઘનશ્યામને દૂર કરવા કુલ 17 સભ્યો સામે બચાવમાં ગણતરીના નગરસેવકો હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં ખુરશીની ખેંચતાણને લઈ કોંગ્રેસમાં આંતરીક ઘર્ષણ વધે તેવી પ્રબળ સંભાવના છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code