આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી અડધી રાત્રે પીએસએલવીના લોન્ચ વ્હિકલ સી-44 દ્વારા બે સેટલાઇટનું સફળ લોન્ચિંગ કરાયું હતુ. પાંચ મહિનામાં બીજી વખત એવું બન્યું હતું કે અહીં સેટેલાઇટનું લોન્ચિંગ રાતના સમયે કરાયું. લોન્ચિંગનો સમય નક્કી કરવામાં સેટેલાઇટ માઇક્રોસેટ-આર એ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

આ સેટેલાઇટ સેટેલાઇટ માઇક્રોસેટ-આરનું વજન માત્ર 740 કિલોગ્રામ વજન છે અને તેનું રીતે યોજનાબદ્ધ કરાયું હતું કે તે દરરોજ બપોરે 12 વાગ્યાની આસપાસ ભૂમધ્ય રેખાને પાર કરે જ્યારે સૂર્ય ભારતીય ક્ષેત્રને રોશન કરી રહ્યું હોય છે. વજનની દ્રષ્ટિએ આ સેટેલાઇટ દુનિયાનો સૌથી હલકો સેટેલાઇટ છે. ગુરૂવારના રોજ શ્રીહરિકોટાના ભારતીય સ્પેસપોર્ટના પહેલાં લોન્ચ પેડ પરથી રાત્રે અગિયાર વાગ્યાને 37 મિનિટ પર PSLVC-44 એ માઇક્રોસેટ-આર અને કલામસેટ આર સેટેલાઇટને સાથે લઇ લોન્ચિંગ કરાયું હતુ.

ઇસરોના ચેરમેન સિવને કહ્યું કે સેટેલાઇટ ટીમ એ વાતને નક્કી કરે છે કે સેટેલાઇટ કયારે તસવીરો લેવાનું શરૂ કરે. આ સર્વાધિક સૂર્યના પ્રકાશમાં થઇ શકે છે કે અથવા તો પછી ઓછા વાદળની સ્થિતિમાં લોન્ચનો સમય તેના પર નક્કી કરાય છે. આપને જણાવી દઇએ કે ઉડાનની થોડીક જ મિનિટો બાદ ઇસરો એ માઇક્રોસેટ-આરને તેની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી દીધો હતો. આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી અડધી રાત્રે પીએસએલવીના લોન્ચ વ્હિકલ સી-44 દ્વારા બે સેટલાઇટનું સફળ લોન્ચિંગ કરાયું હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code