આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

યુવાનો જેની આતુરતાથી રાહ જોઇ રહયા હોય છે તે વેલેન્ટાઇન ડે ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં તા.7 ફેબ્રુઆરીથી લઇને તા.14 ફેબ્રુઆરી સુધી દરરોજ વિવિધ ડેની ઉજવણી યુવા વર્ગ કરે છે, જેમાં સૌપ્રથમ તા.7ને ગુરુવારે રોઝ ડે ઊજવાયા બાદ શુક્રવારે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવશે.
વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેલેન્ટાઇન ડેના દિવસે શુભ મુહૂર્ત હોવાના લીધે ઠેર ઠેર લગ્ન પણ યોજાશે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ગિફ્ટની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે.

કેટલાક શહેરોમાં કેક શોપમાં સ્પેશિયલ વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે. સરપ્રાઇઝ ગિફ્ટ, સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ‌ડિનર એરેન્જ થઇ ચૂક્યાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ ફેક્સ, પેસ્ટ્રીઝ, આઈ લવ યુ ચોકલેટ વગેરે જુદી જુદી ફ્લેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઈ ગયાં છે. પ્રેમના પ્રતીક સમા ગુલાબની માગ ચાર ગણી વધી છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે.
સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ વેલેન્ટાઈન ડેના દિવસે રૂ.50 થી 200 ના ભાવે વેચાતા હોય છે, જોકે યુવાધન દ્વારા આ દિવસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ વેલેન્ટાઇન વીકમાં શહેરોની ઘણી બધી કોલેજોમાં અલગ અલગ પ્રકારના ડેઝની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યારે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ અવનવા સરપ્રાઇઝ રાખીને ઉજવણી કરતા હોય છે.

ફેબ્રુઆરી મહિનામાં યુવાઓમાં ઉજવાતા દિવસો

7th Feb 2019 Happy Rose Day 2019
8th Feb 2019 Happy Propose Day 2019
9th Feb 2019 Happy Chocolate Day 2019
10th Feb 2019 Happy Teddy Day 2019
11th Feb 2019 Happy Promise Day 2019
12th Feb 2019 Happy Hug Day 2019
13th Feb 2019 Happy Kiss Day 2019
14th Feb 2019 Happy Valentines Day 2019

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code