આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ભચાઉ

રેન્જ આઈજી હસ્તકના રેપિડ રિસ્પોન્સ સેલની ટૂકડીએ ભચાઉ સ્માર્ટ પોલીસ મથકના સ્ટાફને ઊંઘતો રાખી વોંધ નજીક વહેલી પરોઢ દરોડો પાડી 16 લાખની કિંમતના વિદેશી શરાબના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. લાઈટ પેટ્રોલિંગમાં રહેલી આર.આર.સેલની ટીમે બાતમીના આધારે વોંધ ગામના જીઈબી સબ સ્ટેશન પાછળ સરકારી પડતર જમીનમાં બાવળોની ઝાડીઓમાં દરોડો પાડી તેમાં છૂપાવાયેલા વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. સ્થળ પરથી પોલીસે સાંતલપુર તાલુકાના વારાહી ગામના અયુબખાન યુસુફકાન જત મલેક અને ભચાઉની સર્વોદય સોસાયટીના રબારીવાસમાં રહેતા હિતેશ શામજીભાઈ મણકાની ધરપકડ કરી હતી. પોલીસને જોઈ બંને જણે નાસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.
સ્થળ પરથી પોલીસે પાર્ટી સ્પેશિયલ વ્હિસ્કીની 4200 નંગ બોટલ અને મેકડોલ્સ વ્હિસ્કીની 396 નંગ બોટલ મળી 16 લાખ 8600 રૂપીયાનો શરાબ જપ્ત કર્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે 7500ની કિંમતના 4 નંગ મોબાઈલ, 20 હજાર રૂપિયાની કિંમતની એક મોટર સાયકલ મળી કુલ 1636100 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આર.આર.સેલએ દરોડા પાડી મોટી માત્રામાં શરાબનો જથ્થો જપ્ત કરેલો છે. જેમાં બેદરકારી દેખાવવા બદલ પોલીસ ઈન્સપેક્ટર કક્ષાના અધિકારીઓ વિરુધ્ધ પણ કાર્યવાહી કરાયેલી છે. ત્યારે આ પ્રકરણમાં ભચાઉ પોલીસ મથકના સ્થાનિક કર્મચારીઓ-અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

26 Oct 2020, 6:54 AM (GMT)

COVID-19 Global Stats

43,610,580 Total Cases
1,162,355 Death Cases
32,053,301 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code