ફ્રૂટ પેકેજ્ડના જ્યુસ શરીર માટે ખતરનાકઃ બાળકને રાખો દુર

અટલ સમાચાર, ડેસ્ક બજારોમાં વેચાતા ફ્રૂટ પેકેજ્ડ જ્યુસમાં ખાંડની પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જો કે આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની વધુ માત્રામાં કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ ચેતી જવુ જોઈએ. પોતાના બાળકોને આવા ફ્રૂટ પેકેજ્ડ જ્યુસથી દૂર રાખવા જોઈએ. કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની
 
ફ્રૂટ પેકેજ્ડના જ્યુસ શરીર માટે ખતરનાકઃ બાળકને રાખો દુર

અટલ સમાચાર, ડેસ્ક

બજારોમાં વેચાતા ફ્રૂટ પેકેજ્ડ જ્યુસમાં ખાંડની પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જો કે આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની વધુ માત્રામાં કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ ચેતી જવુ જોઈએ. પોતાના બાળકોને આવા ફ્રૂટ પેકેજ્ડ જ્યુસથી દૂર રાખવા જોઈએ. કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે.

અભ્યાસ દરમિયાન જે બ્રાન્ડ્સના જ્યુસનો સમાવેશ કરવામાં આ‌વ્યો હતો તેમાં લગભગ અડધાથી વધારે બ્રાન્ડના જ્યુસમાં મેટલનું સ્તર ખૂબ જ વધારે મળ્યું હતું. જ્યારે સાત પ્રોડક્ટ્સ એવા હતા કે જેમાં વધુ માત્રામાં મેટલ મળી આવ્યું હતું. આવી પ્રોડક્ટને જો કોઈ બાળક દિવસ દરમિયાન અડધો કપ પણ પીવે તો તેના શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય તેવું છે. અભ્યાસ અનુસાર આ મેટલ બાળકના વિકસતા મગજમાં બાધારૂપ થાય છે અને નર્વસ સિસ્ટમને નુકશાન પહોંચાડે છે. ભલે કોઈ પણ ઉંમરના હોવ પણ તમારા માટે આવા રેડિમેડ જ્યુસ અત્યંત નુકશાનકારક સાબિત થાય છે.