આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા

શ્રાવણ મહિનાના સોમવારે ચાણસ્મા પંથકમાં ધાર્મિક મેળાઓ ભરાયા હતા. જોકે મંગળવારે પણ પંથકના અલગ-અલગ સ્થળોએ ધાર્મિક મેળાઓમાં જનમેદની ઉમટી પડશે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. મહત્વનું છે કે, શ્રાવણ મહિનામાં ઠેર-ઠેર શિવાલયોમાં ભારે ભીડ જામતી હોય છે.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામાં વિવિધ જગ્યાએ મંગળવારે ધાર્મિક મેળાઓ ભરાશે. શ્રાવણ મહિનામાં ઠેર-ઠેર મેળાઓ ભરાતા હોવાથી લોકો મોટી સંખ્યામાં આ ધાર્મિક મેળાઓમાં ઉમટી પડશે. મંગળવારે યોજાનારા ધાર્મિક મેળાઓમાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી તંત્ર દ્વારા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code