આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની કુલ આઠ તાલુકા પંચાયતો પૈકી કેટલીક સુખી તો કેટલીક દુખી છે. અગ્રણી ગણાતી બે તાલુકા પંચાયતોને સ્વભંડોળ ખાલીખમ છે. જ્યારે પછાત વિસ્તારની તાલુકા પંચાયત સ્વભંડોળમાં સૌથી મોખરે રહી છે. પાટણ જિલ્લાની તાલુકા પંચાયતોની તિજોરીમા કેટલા નાણાં પડ્યા છે જાણો.

અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પાટણ જિલ્લાની તાલુકા પંચાયતોની નાણાકીય સ્થિતિ અંગે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સ્વભંડોળની રકમમાં હારિજ અને રાધનપુર તાલુકા પંચાયત પાસે એક રૂપિયો પણ નથી. હારીજ તાલુકા પંચાયતને 47603 જયાર રાધનપુર તાલુકા પંચાયતને સરેરાશ સાત લાખનું દેવું હોવાનું સામે આવ્યું છે. વેપારી મથકમાં આવેલી બંને તાલુકા પંચાયતોનુ  સ્વભંડોળ  માઈનસ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ સાથે પછાત વિસ્તારમાં આવેલી અને ચોક્કસ કેટેગરીમાં સમાવેશ પામતી સાતલપુર તાલુકા પંચાયત પાસે 50 લાખ 31 હજારનું સ્વભંડોળ બોલે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સત્તામાં આવેલા અધિકારી અને પદાધિકારીઓના વહીવટીને અંતે ચાણસ્મા તાલુકા પંચાયત પાસે ૧૬ લાખ, પાટણ તાલુકા પંચાયત પાસે 18 લાખ 21 હજાર, સિદ્ધપુર તાલુકા પંચાયત પાસે 46 લાખ 88 હજાર, સમી તાલુકા પંચાયત પાસે 30 લાખ 11 હજાર, શંખેશ્વર તાલુકા પંચાયત પાસે 2 લાખ 20 હજાર અને સરસ્વતી તાલુકા પંચાયત પાસે 6 લાખ 96 હજાર સ્વભંડોળ જમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સ્વભંડોળમાં રકમ ક્યાંથી આવે

તાલુકા પંચાયતોને સ્વભંડોળમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડયૂટીની આવક, સંપત્તિની આવક, શિક્ષણ ઉપકર અને રેતી કંકર ની ગ્રાન્ટ મારફત રકમ જમા મળતી હોય છે. જે તાલુકા પંચાયત પાસે પ્રોપર્ટી હોય અને તેના સત્તાધીશોને સુચારુ ઉપયોગ કરતા આવડતું હોય તો સ્વભંડોળમાં આવક વધારી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code