ભવિષ્ય@સમાજઃ રમતોત્સવ થકી ઠાકોર સમાજના યુવાનો જીતના પાઠ ભણશે

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા યુવાનો-યુવતિઓને રોજગારી તરફ બળ પુરુ પાડવા વૈવિધ્યપૂર્ણ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સમાજનું આગામી ભવિષ્ય અને દિશા નક્કી કરવામાં મોટો ફાળો આપશે. એથ્લેટીક રમતોત્સવ 2020 અને ઠાકોર સમાજ મહામંથનના બેનર હેઠળ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2020 દરમિયાન વડનગરના જગાપુરા ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં જ
 
ભવિષ્ય@સમાજઃ રમતોત્સવ થકી ઠાકોર સમાજના યુવાનો જીતના પાઠ ભણશે

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા યુવાનો-યુવતિઓને રોજગારી તરફ બળ પુરુ પાડવા વૈવિધ્યપૂર્ણ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સમાજનું આગામી ભવિષ્ય અને દિશા નક્કી કરવામાં મોટો ફાળો આપશે. એથ્લેટીક રમતોત્સવ 2020 અને ઠાકોર સમાજ મહામંથનના બેનર હેઠળ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2020 દરમિયાન વડનગરના જગાપુરા ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં જ યોજાનારા આ રમતોત્સવ થકી ઠાકોર સમાજ 2020ના વર્ષમાં સમાજના યુવાન-યુવતિઓનું ભવિષ્ય ઘડી કાઢવાનો દ્રઢ નિર્ધાર અન્ય સમાજ માટે પણ પ્રેરણા આપનારો બની રહ્યો છે. જેમાં સરકારી ભરતીઓ જેવી કે પોલીસ, આર્મી, ફોરેસ્ટ તેમજ અન્ય ભરતીઓ માટે ફ્રી ક્લાસીસનું પીબીટીસીના 10 વર્ષ પૂર્ણ થતા હોઈ મહા રમતોત્સવનું આયોજન કરાયું છે. જેથી કહી શકાય કે કલમથી કાર્ય સુધીની તમામ શીખ યુવા જનરેશનને પુરી પાડવામાં આવશે. જેથી પોતાનું ભવિષ્ય જાતે જ તૈયાર કરી શકે. તે ઉપરાંત સમાજનું ભાવિ ઘડવા માટે સમાજના તમામ સંગઠનો અને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહામંથન કરવામાં આવશે. જે માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરી રહેલ ઠાકોર સમાજના દાતા, પ્રમુખ, હોદ્દેદારો, શૈક્ષણિક આગેવાનો, સેવકો, કલાકાર સહિત રાજકીય આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

1 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન એક માસ સુધી ચાલનાર એથ્લેટીક મહોત્સવમાં ક્રિકેટ, કબ્બડ્ડી, ઉંચી કુદ, લાંબીકૂદ, ગોળાફેક, વોલીબોલ, દોડ 100, 400, 1600 , 5000 મીટર જેવી અનેક રમતો યોજાશે. તેમજ 2 ફેબ્રુઆરી 2010ના રોજ જાહેરસભા યોજાશે.