ગાબડુ@બેચરાજીઃ પાટીદાર આગેવાન કિરીટ પટેલ ભાજપમાં જોડાશે

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી બેચરાજીમાં ઉતરતા જતા જનાધાર વચ્ચે ભાજપ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગત વિધાનસભા ચુંટણીના અપક્ષ ઉમેદવાર અને સ્થાનીક પાટીદાર આગેવાન કિરીટ પટેલ ટુંક સમયમાં જ ભાજપમાં જોડાતા હોવાના અહેવાલ આવ્યા છે. 72 ચુંવાળ પાટીદાર સમાજના પ્રમુખ હોવાથી અગાઉ બે વાર વિધાનસભાની ચુંટણી માટે ટિકીટ માંગી હતી. જોકે, કોંગ્રેસે ટિકીટ નહી
 
ગાબડુ@બેચરાજીઃ પાટીદાર આગેવાન કિરીટ પટેલ ભાજપમાં જોડાશે

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી

બેચરાજીમાં ઉતરતા જતા જનાધાર વચ્ચે ભાજપ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગત વિધાનસભા ચુંટણીના અપક્ષ ઉમેદવાર અને સ્થાનીક પાટીદાર આગેવાન કિરીટ પટેલ ટુંક સમયમાં જ ભાજપમાં જોડાતા હોવાના અહેવાલ આવ્યા છે. 72 ચુંવાળ પાટીદાર સમાજના પ્રમુખ હોવાથી અગાઉ બે વાર વિધાનસભાની ચુંટણી માટે ટિકીટ માંગી હતી. જોકે, કોંગ્રેસે ટિકીટ નહી આપતા અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કર્યા હતા. આથી લોકસભા ચુંટણીને પગલે ભાજપે આવકારી બેચરાજીમાં દબદબો ઉભો કર્યો છે.

મુળ દેવગઢના કિરીટ પટેલ બેચરાજી પંથકના પાટીદાર આગેવાન છે. તેમણે અગાઉ કોંગ્રેસમાંથી વિધાનસભા લડવા ભારે મથામણ આદરી હતી. જોકે, સામાજીક સમીકરણોને પગલે કોંગ્રેસની ટિકીટ નહી મળતા અપક્ષમાં ઝંપલાવ્યું હતું. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કિરીટ પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ છોડવાનો કોઈ પ્રશ્ન પણ નથી. આ તરફ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં એક કાર્યકર્તા તરીકે સતત અવગણના થતી હોઈ મુંઝવણ અનુભવાતી હતી.

આથી જનસેવા કરવાના ભાગરૂપે શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પાર્ટી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજી વિધિવત ભાજપમાં જોડાઈ જશું. સુત્રોએ જણાવ્યું હતું કે, કિરીટ પટેલ 5 થી 7 હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાવાના હોઈ કોંગ્રેસ મુંઝવણમાં મુકાઈ છે.