બનાસકાંઠા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો

રામજી રાયગોર, પાલનપુર બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સૂચનાથી જે.એચ.સિંધવ I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ,પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહ, મહેશભાઇની ટીમેં ગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે નાકાબંધી કરી કુશકલ ગામ પાસે સ્વીફ્ટ ગાડી પકડી પાડી હતી. ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-751 કિ.રૂ. 78,700/-નો તથા
 
બનાસકાંઠા પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો

રામજી રાયગોર, પાલનપુર

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સૂચનાથી જે.એચ.સિંધવ I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ,પ્રવીણભાઈ, લક્ષ્મણસિંહ, મહેશભાઇની ટીમેં ગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે નાકાબંધી કરી કુશકલ ગામ પાસે સ્વીફ્ટ ગાડી  પકડી પાડી હતી. ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-751 કિ.રૂ. 78,700/-નો તથા ગાડી કિ.રૂ. 3,00,000 સહિત કુલ મુદ્દામાલ 3,78,700 ઝડપી પાડ્યો હતો. ગાડીનો ચાલક ગાડી મુકી ભાગી છૂટ્યો હતો. આ મામલે ગઢ પો.સ્ટે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.