maharastra politics
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

મહરાષ્ટ્રના રાજકીય ઘમાસાણ (Maharashtra Political Crisis)માં જોરદાર વળાંક આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ પોતાના પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. આ વાત ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરીને કહી. તેઓએ કહ્યુ કે, અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. ત્યારબાદ ફડણવીસ રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અજિત પવારે કહ્યું કે સરકાર બનાવવા માટે અમે તમારો સાથ આપીશું જેથી સ્થાયી સરકાર બની શકે. પરંતુ જ્યારે બહુમત સાબિત કરવાની વાત આવી તો અજિત પવારે મને મળી કહ્યુ કે ગઠબંધન ચાલુ ન રાખી શકું અને અલગ થવાની વાત કહી. તેઓએ કહ્યુ કે, હવે અમારી પાસે બહુમત નથી. બીજી તરફ, શિવસેના (Shiv Sena)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut)એ દાવો કર્યો કે અજિત પવાર અમારી સાથે છે. આ ઉપરાંત રાવતે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે. પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહેશે.

સાંજે 7 વાગે શીવસેના, એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલને મળશે

ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી અને અજીત પવારે રાજ્યપાલને રાજીનામું આપી દીધા બાદ રાજ્યનું ચિત્ર બદલાઈ ગયું છે. બહુમતી માટે સભ્યસંખ્યા ન મળતા આખરે ફડણવીસને રાજીનામું આપવું પડ્યું હતું. જોકે, આ બાદ આજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાંજે 7 વાગે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કરશે. મળતી માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ સંભાળશે જેથી શીવસેનાને પ્રથમ મુખ્યમંત્રી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code