ગંભીર@અબડાસા: જંગલમાં તપાસ કરતાં ચોંક્યા, તેલ કાઢી 21 વન્ય પ્રાણી મારીને દાટી દીધાં

અટલ સમાચાર, અબડાસા અબડાસા જંગલ વિસ્તારમાં અત્યંત ગંભીર અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓએ અચાનક તપાસ/રેઈડ કરતાં જોયું તો ચોંકી ગયા હતા. તેલ લેવા માટે 21 જીવતાં વન્ય પ્રાણીને મારી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે પ્લાસ્ટિકની થેલીમાં સાંઢાના મૃતદેહ સહિતનો કંકાલ શોધી કાઢ્યો છે. જેમાં એક જ પરિવારના 3
 
ગંભીર@અબડાસા: જંગલમાં તપાસ કરતાં ચોંક્યા, તેલ કાઢી 21 વન્ય પ્રાણી મારીને દાટી દીધાં

અટલ સમાચાર, અબડાસા

અબડાસા જંગલ વિસ્તારમાં અત્યંત ગંભીર અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓએ અચાનક તપાસ/રેઈડ કરતાં જોયું તો ચોંકી ગયા હતા. તેલ લેવા માટે 21 જીવતાં વન્ય પ્રાણીને મારી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે પ્લાસ્ટિકની થેલીમાં સાંઢાના મૃતદેહ સહિતનો કંકાલ શોધી કાઢ્યો છે. જેમાં એક જ પરિવારના 3 આરોપી શોધી વનવિભાગની જોગવાઇઓ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે જંગલ આલમ અને જીવદયા પ્રેમીઓમાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જિલ્લાના અબડાસા વનવિભાગે આરક્ષિત જંગલમાં તપાસ કરી સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. જશાપર અનામત જંગલ સર્વે નંબર વિસ્તારમાં તપાસ કરતાં વન્ય પ્રાણીની હત્યાનો ખુલાસો થયો છે. સાંઢાના શિકાર કરી શરીરમાંથી તેલ તથા માંસ-મટન કાઢી કંકાલને દાટી દીધાં હોવાનું સામે આવ્યું છે. લોકેશન મેળવી 21 જીવતાં સાંઢાને તબક્કાવાર પકડી કમરના ભાગે ઘા મારી હત્યા કરી હતી. આ પછી મૃતદેહને પ્લાસ્ટીકની થેલીમાં ભરી ગાંડા બાવળ તથા બોરડીના ઝુંડમાં સંતાળી દીધાં હતા. અબડાસા વનવિભાગે તપાસ કરતાં સનસનીખેજ ગુનાનો પર્દાફાશ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. પી ચાવડાએ જસાપરના આરક્ષિત જંગલ વિસ્તારમાં ઓચિંતી રેઈડ કરતાં ઘટના સામે આવી છે. આથી વધુ તપાસમાં 21 વન્યજીવને હત્યા કરવા મામલે રમેશભાઇ મીઠુંભાઇ કોલી (ઉ.વ.22), રવજીભાઇ મામદભાઇ કોલી (ઉ.વ.30) અને લક્ષ્મીબેનW/O કરશનભાઇ (ઉ.વ.45) ત્રણેય રહે. નલિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં નલિયા ઉત્તર રેન્જ ગુ.ર.નં.9/2020-21 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 (સુધારણા અધિનિયમ-2002/2003)ની કલમ 2(1), 2(11), 2(15), 2(16), 2(32), 2(33), 2(35), 2(36), 2(37), 9, 39, 50, 51, 52 તથા ભારતીય વન અધિનિયમ-1927ની કલમ 2, 26(ઘ)મુજબ તપાસ હાથ ધરી છે.