ગંભીર@અમદાવાદ: 3500 પાછા લેવા 2 વર્ષની બાળકી લઇ ગયો, પોલીસે પકડ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મજૂરી કરતા યુવકની 2 વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારનાં શાહવાડીમાં રહેતા અને છૂટક મજુરી કરતા યુવકની 2 વર્ષની બાળકીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ થયું હતું. જો કે બાળકીનાં પિતાની ફરિયાદનાં આધારે પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા અપહરણ કરનારા આરોપીઓની ધરપકડ કરી હતી. બાળકીને પણ
 
ગંભીર@અમદાવાદ: 3500 પાછા લેવા 2 વર્ષની બાળકી લઇ ગયો, પોલીસે પકડ્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મજૂરી કરતા યુવકની 2 વર્ષની બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારનાં શાહવાડીમાં રહેતા અને છૂટક મજુરી કરતા યુવકની 2 વર્ષની બાળકીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ થયું હતું. જો કે બાળકીનાં પિતાની ફરિયાદનાં આધારે પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા અપહરણ કરનારા આરોપીઓની ધરપકડ કરી હતી. બાળકીને પણ મુક્ત કરાવીને તેના માતા પિતાને સોંપી હતી. આરોપીએ યુવક થકી અન્ય વ્યક્તિને રૂ.4000 ઉઘાર આપ્યા હતા. જે પૈકી 3500 ન ચૂકવતા વ્યાજખોરે ભાન ભુલીને 2 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના નારોલ શાહવાડી પાસે આવેલી ભરવાડવાસની ગલીમાં રહેતા દુર્ગેશસિંહના પાડોશી જયરાજ વાઘેલાને 4000 રૂપિયાની જરૂર હતી. જેથી દુર્ગેશસિંહ પાસે ઉધાર માંગ્યા હતા. જો કે દુર્ગેશ પાસે નહી હોવાથી તેણે પોતાના મિત્ર રખિયાલમાં રહેતા સફાદિન ઉર્ફે સમીર રાય પાસેથી 4000 જયરાજને અપાવ્યા હતા. જો કે જયરાજે થોડા દિવસો બાદ 500 રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બાકીના 3500 રૂપિયા આપવામાં આનાકાની કરવા લાગ્યો હતો. જેથી સવારે 9 વાગ્યે સમીર દુર્ગેશસિંહના ઘરે પૈસાની ઉઘરાણી માટે આવ્યો હતો. જો કે દુર્ગેશ ઘરે નહી હોવાથી સફાદીન દુર્ગેશની 2 વર્ષની પુત્રી ખુશીને ચોકલેટ અપાવવાના બહાને અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો.

2 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ આરોપીએ દુર્ગેશને ફોન કરીને બાકી નિકળતા 3500 રૂપિયા આપીને પોતાની પુત્રી લઇ જવા માટેની ધમકી આપી હતી. જેથી દુર્ગેશે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે છટકુ ગોઠવીને સમીરને ફોન કરીને રખિયાલ પેટ્રોલપંપ પાસે પૈસા લઈને આવી જવા જણાવ્યું હતું. પૈસા લેવા આવેલો સમીર પોલીસ છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો. હાલ પોલીસે અપહરણ અને ખંડણી જેવા ગુના દાખલ કરીને તેની ધરપકડ કરી છે.