ગંભીર@અમદાવાદ: શાળાની માન્યતાં રદ્દ થઇ પણ વાલીઓ અજાણ, ધો.10-12ના વિદ્યાર્થીઓ મુંઝવણમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમાયુ છે. અને સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. અમદાવાદમાં એક શાળાએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. શાળાએ સરકારે માન્યતા રદ્દ કરી હોવાની વાત વિદ્યાર્થીઓથી છુપાવી રાખી અને હવે જ્યારે બોર્ડ પરીક્ષાના ફોર્મની વાત આવી ત્યારે
 
ગંભીર@અમદાવાદ: શાળાની માન્યતાં રદ્દ થઇ પણ વાલીઓ અજાણ, ધો.10-12ના વિદ્યાર્થીઓ મુંઝવણમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમાયુ છે. અને સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. અમદાવાદમાં એક શાળાએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. શાળાએ સરકારે માન્યતા રદ્દ કરી હોવાની વાત વિદ્યાર્થીઓથી છુપાવી રાખી અને હવે જ્યારે બોર્ડ પરીક્ષાના ફોર્મની વાત આવી ત્યારે ભાંડો ફૂટતા આખી ઘટના સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી વી.આર.શાહ સ્મૃતિ નૂતન આદર્શ સ્કૂલની માન્યતા રદ થઈ છે. ઓગસ્ટમાં માન્યતા રદ થઈ હોવા છતા સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખ્યા હતા એટલું જ નહીં અંધારામાં રાખીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હતા. હાલમાં સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરીને સ્કૂલ ચલાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા નથી. 22 માર્ચ બોર્ડના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. માન્યતા રદ હોવાથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાતા નથી. શિક્ષણ વિભાગ હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. ત્યારે હવે માત્ર 2 દિવસ બાકી રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા વધી છે.