ગંભીર@અમદાવાદ: સેન્ટ્રલ જેલમાંથી 3 કેદીની સેલ્ફી વાયરલ, તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી એક સેલ્ફી વાયરલ થઈ છે. જે બાદમાં જેલ તંત્રએ પણ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. જેલમાંથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં દેખાતા ત્રણ આરોપીમાંથી એક આરોપીએ 26મી મેના રોજ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ગંભીર@અમદાવાદ: સેન્ટ્રલ જેલમાંથી 3 કેદીની સેલ્ફી વાયરલ, તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક 

કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી એક સેલ્ફી વાયરલ થઈ છે. જે બાદમાં જેલ તંત્રએ પણ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. જેલમાંથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં દેખાતા ત્રણ આરોપીમાંથી એક આરોપીએ 26મી મેના રોજ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેલમાંથી જામીન પર બહાર આવેલ આકાશ નામના એક યુવકે આ ફોટો મૂક્યા હોવાની વાત સામે આવી છે. સેલ્ફીમાં ત્રણ આરોપી નજરે પડી રહ્યા છે. આ ત્રણમાંથી એક આરોપી હાલ પણ જેલમાં છે અને બે જામીન પર જેલ બહાર છે. આ સેલ્ફી લઈને હવે જેલ તંત્ર પણ કાર્યવાહી શરૂ કરી છે. આકાશ પરિહાર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે જ્યારે જેલના અધિકારી ડી.વી. રાણા સાથે વાત કરી તો તેમને જણાવ્યું છે કે, ફોટો સેન્ટ્રલ જેલનો છે, પરંતુ તે નવેમ્બર મહિનાનો છે. આરોપીએ જેલમાંથી આ ફોટો પોતાના સાગાને મોકલી આપ્યો હતો. આકાશ જેલમાંથી જામીન પર બહાર આવ્યો ત્યાર બાદ તેને આ ફોટો મૂક્યો હોઈ શકે છે.

સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે જેલમાં આ આરોપીઓ પાસે મોબાઈલ કંઈ રીતે પહોંચી જાય છે? બીજું મોબાઇલથી સેલ્ફી લેવામાં આવી છે તેનો મતલબ એવો થાય કે આ ફોન બેઝિક ફોન નહીં પરંતુ આધુનિક ફિચર ધરાવતો ફોન હોવો જોઈએ. આ મામલે અનેક શંકા જન્મી રહી છે.