File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ સોલા સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાની પ્રસુતી બાદ તેને પુત્ર થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે બાળકની તબિયત ખરાબ થઇ હોવાનાં કારણે તેને ટેસ્ટ માટે લઇ જવાયો હતો. જો કે થોડા સમય બાદ તેને પુત્રીનો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી મહિલાએ પોતાનું બાળક બદલાઇ ગયું હોવાનો આરોપ હોસ્પિટલ તંત્ર પર લગાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની સોલા સિવિલની આ ઘટના બાદ હોબાળો થતા હોસ્પિટલ તંત્ર પણ બચાવની પોઝિશનમાં આવી ગયું હતું. માતા અને બાળકીનાં ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. બંન્નેના ડીએનએ મેચ કરવામાં આવશે. ડીએનએ રિપોર્ટ બાદ જ સાચુ કે ખોટા અંગે માહિતી મળી શકે છે. જો કે હાલ તો સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહીની બાંહેધરી બાદ પરિવાર શાંત પડ્યો હતો. જો કે પોલીસે પણ જણાવ્યું હતું કે, પહેલા DNA રિપોર્ટ આવી જાય ત્યાર બાદ કાર્યવાહી શક્ય છે. પરંતુ હાલનાં તબક્કે માત્ર ડીએનએ રિપોર્ટ શિવાય કોઇ જ રસ્તો નથી. માટે પરિવાર, ડોક્ટર્સની ટીમ અને પરિવાર પણ ડીએનએ રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે.

04 Aug 2020, 8:39 AM (GMT)

COVID-19 Global Stats

18,456,910 Total Cases
697,708 Death Cases
11,691,172 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code