ગંભીર@અંબાજી: રવિવારની બજારમાં લોકોની ભારે ભીડ, કોરોનાને ખુલ્લું આમંત્રણ

અટલ સમાચાર, અંબાજી અંબાજીમાં આજે રવિવારે ભરાતાં બજારમાં લોકોની ભારે ભીડ જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. જોકે બીજી તરફ અંબાજીમાં લોકોની ભારે ભીડને કારણે આગામી દિવાસોએ કોરોના કેસોમાં વધારો થઇ શકે છે.
 
ગંભીર@અંબાજી: રવિવારની બજારમાં લોકોની ભારે ભીડ, કોરોનાને ખુલ્લું આમંત્રણ

અટલ સમાચાર, અંબાજી

અંબાજીમાં આજે રવિવારે ભરાતાં બજારમાં લોકોની ભારે ભીડ જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. જોકે બીજી તરફ અંબાજીમાં લોકોની ભારે ભીડને કારણે આગામી દિવાસોએ કોરોના કેસોમાં વધારો થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@અંબાજી: રવિવારની બજારમાં લોકોની ભારે ભીડ, કોરોનાને ખુલ્લું આમંત્રણ

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીની બજારોમાં આજે લોકોની ભારે ભીડ જોવા મળતાં સ્થિતિ ચિંતાજનક બની છે. યાત્રાધામ અંબાજીમાં દર રવિવારે બજાર ભરાતાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યાં હતા. ગત દિવસોએ મુખ્યમંત્રી અંબાજી દર્શનાર્થે આવતાં તેમને લોકોને માસ્ક પહેરવાં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી હતી. જોકે બે દિવસ બાદ જ આજે લોકોની ભારે ભીડ જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.