ગંભીર@ભાવનગર: જીલ્લામાં 3 લાખથી વધુ લોકો ઘુસી આવ્યા, તંત્રમાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક ભાવનગરમાં એક તરફ કેસો વધી રહ્યા છે અને વિસ્તારો કલ્સ્ટર ક્વોરન્ટાઈન કરવા પડી રહ્યા છે ત્યાં બીજી તરફ અન્ય સ્થળેથી 3 લાખથી વધુ લોકો ભાવનગર ઘુસી આવ્યા હોવાને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 9 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થઈ ચુક્યા છે. 5 વિસ્તારમાં ક્લસ્ટર
 
ગંભીર@ભાવનગર: જીલ્લામાં 3 લાખથી વધુ લોકો ઘુસી આવ્યા, તંત્રમાં દોડધામ

અટલ સમાચાર,ડેસ્ક

ભાવનગરમાં એક તરફ કેસો વધી રહ્યા છે અને વિસ્તારો કલ્સ્ટર ક્વોરન્ટાઈન કરવા પડી રહ્યા છે ત્યાં બીજી તરફ અન્ય સ્થળેથી 3 લાખથી વધુ લોકો ભાવનગર ઘુસી આવ્યા હોવાને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 9 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થઈ ચુક્યા છે. 5 વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવમાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવનગર શહેર અને જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસો વધતા તંત્ર હવે જાગતું બન્યું છે તો બીજી બાજુ સુરત માં વર્ષોથી સ્થિર થયેલા લોકો લોકડાઉનની સ્થિતિમાં તંત્ર થી છુપાઈને ત્રણ લાખથી પણ વધુ લોકો ભાવનગર જીલ્લામાં ઘુસી ગયા છે જેમાંથી બે લાખથી વધુ લોકો ટ્રેક થયા નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

ભાવનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સુરત ખાતે રોટી કમાવવા સ્થિર થયા છે. પરંતુ જયારે જયારે વાવાઝોડું , ભૂકંપ કે અન્ય કોઈ આપતીના સમયે સુરતવાસીઓ પોતના વતન તરફ દોટ મુક્ત હોય છે અને તેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં કોરોના વાઈરસનાં લોકડાઉન પછી ત્રણ લાખથી વધુ લોકો સુરત થી હિજરત કરીને ભાવનગર આવી ગયા છે. તેમાંથી જિલ્લા પંચાયત દ્વારા કરાયેલ સર્વેમાં 1.25 લાખ લોકોનો સંપર્ક થયો છે જયારે બીજા 2 લાખથી વધુ લોકો એવા છે જેને તંત્ર ટ્રેક કરી શક્યું નથી.