આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા નગરપાલિકા વિકાસલક્ષી કામોને લઇ વિલંબિત હોવાના આક્ષેપ છે. આ દરમ્યાન સ્થાનિક નાગરિકોએ અચાનક આજે કરેલી રજૂઆતથી વહીવટી સત્તાધિશોની ભુમિકા ગંભીર સવાલો વચ્ચે આવી છે. 4 કરોડના ટેન્ડરમાં તત્કાલિન ચીફ ઓફીસર અને એન્જીનિયર વિરૂધ્ધ સ્થાનિક નાગરિકોએ સંગીન આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. ચોક્કસ કોન્ટ્રાક્ટરને ઠેકો અપાવવા ટેન્ડરની શરતો ગોઠવી હોવાનો આક્ષેપ થતાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની ચાણસ્મા નગરપાલિકા વિવિધ કામો અને તેને સંલગ્ન અમલવારીને લઇ સવાલો વચ્ચે આવી છે. હાલમાં ચાલી રહેલા રોડ-રસ્તા સહિતના કામો અત્યંત વિલંબિત હોવાની બુમરાડ વચ્ચે ચીફ ઓફીસર સામે સંગીન આક્ષેપો થયા છે. હકીકતે અગાઉના ઇન્ચાર્જ ચીફ ઓફીસર રૂડાભાઇ રબારીના કાર્યકાળમાં 4 કરોડના ટેન્ડર સામે આશંકા ઉભી થઇ છે. આજે અચાનક ભરતભાઇ પટેલ અને ઉમેશભાઈ પટેલ સહિતના નાગરિકોએ ટેન્ડરની પ્રક્રીયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાર કરોડનું ટેન્ડર પાલિકા આપી શકતી નથી, ટેન્ડરની શરતો કોઇ એક ઠેકેદારને અનુકુળ બનાવી હતી, આ દરમ્યાન ટેન્ડરમાં એવી ગોઠવણ કરી હતી કે, એક સિવાય કોઇ ઠેકેદાર ટેન્ડર ભરી શકે નહિ. આ તમામ પ્રકારના આક્ષેપો સાથે બંને નાગરિકોએ બીજી એક ગણતરી મુકી છે. જેમાં જો ટેન્ડરમાં સુધારો કરવામાં આવે તો પાલિકાને સરેરાશ દોઢ કરોડની બચત થતી હોવાનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં તત્કાલિન ચીફ ઓફીસર, એન્જીનિયર અને પાલિકાના સત્તાધિશોની ભુમિકા મંથન કરવા સમાન બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code