ગંભીર@છોટાઉદેપુર: વિદ્યાર્થીઓના ખાનગી ટ્યુશન ક્લાસના કરોડોના ખર્ચમાં અતિ ભ્રષ્ટાચાર! વાંચો સ્પેશ્યલ રિપોર્ટ

 
Brstachar
અરજદાર છેલ્લા 4 મહિનાથી કાગળો મેળવવા મથી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


છોટાઉદેપુર જિલ્લા આયોજન સમિતિ દ્વારા વિકાસશીલ તાલુકા સહિતની ગ્રાન્ટ હેઠળ ગત નાણાંકીય વર્ષમાં અનેક કામો મંજૂર થયા હતા. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીને આપેલી વહીવટી મંજૂરીઓ બાદ જે પ્રકારે કામ કર્યું તેમાં ભયંકર ભ્રષ્ટાચારની દુર્ગંધ સામે આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આવેલી એક અરજી સામે ટેન્ડરની અને વર્ક ઓર્ડરની નકલો આપી નથી. ખાનગી ટ્યુશન ક્લાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ ખર્ચ કરેલી કરોડોની ગ્રાન્ટમાં સરકારના નાણાંકીય/વહીવટી/પારદર્શકતાને ગંભીર નુક્સાન થયું હોઈ અરજદાર છેલ્લા 4 મહિનાથી કાગળો મેળવવા મથી રહ્યા છે. વાંચો ધોરણ 10અને 12 ના વિધ્યાર્થીઓને ખાનગી ટ્યુશન અપાવવા ખાનગી કોન્ટ્રાક્ટરને આપેલી રકમના હિસાબ ઉપરનો આ સ્પેશિયલ રીપોર્ટ.

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને આયોજન અધિકારી દ્વારા ગત વર્ષ 2020-21થી 2023-24 દરમ્યાન કરોડોના રકમની વહીવટી મંજૂરીઓ આપેલી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીને પણ ધોરણ 10અને 12ના ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓના હિતમાં ગ્રાન્ટ આપી હતી. આ ગ્રાન્ટથી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારના નિયમોનુસાર વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન અપાવવા ટેન્ડર મારફતે ખાનગી ટ્યુશન સેવા આપનારની પસંદગી કરવી પડે. આ ગ્રાન્ટ ખર્ચ કરવામાં ભયંકર હદે ભ્રષ્ટાચાર થયો હોઇ અને રકમ કરોડોમાં હોઈ જાગૃત નાગરિકે ધોરણસરની તપાસ કરાવવા કવાયત હાથ ધરી છે. આ માટે આરટીઆઇ એક્ટ હેઠળ અરજી કરતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માહિતી અધિકારી અને ખુદ ડીઈઓ પરમારે માહિતીના કાગળો આપવાની મનાઇ કરી છે. વાંચો નીચેના ફકરામાં ભયંકર ભ્રષ્ટાચાર કેમ?


સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારે વહીવટી મંજૂરીના હુકમો, વર્ક ઓર્ડરની નકલો અને ટેન્ડરના કાગળો માંગ્યા ત્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માહિતી અધિકારીએ અને ખુદ પરમારે આ જાહેર કાગળોને ખાનગી ગણીને નહિ આપવાનો હુકમ કર્યો છે. આ કાગળો માત્ર જોવા મળે તે માટે કચેરીમાં આવવું, બાકી આરટીઆઇ હેઠળ કાગળો મળશે નહિ તેવું કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરીને પ્રથમ તબક્કે ડીઈઓ પરમારે ભ્રષ્ટાચારને શોધવા/સાબિત કરવા/સરકારના હિતમાં થતી પ્રક્રિયા ઉપર જોહુકમી કરવાનો હિન પ્રયાસ કર્યો છે. જાણકારોના મતે, વહીવટી મંજૂરી, વર્ક ઓર્ડર અને ટેન્ડરની નકલ એ ખાનગી કાગળો નથી પરંતુ આટલા માત્ર કાગળો મળી જાય તો પણ સરળતાથી ભ્રષ્ટાચારની જડ સુધી પહોંચી શકાય તેમ છે. આથી બીજા ન્યૂઝ રીપોર્ટમાં ભ્રષ્ટાચારના ભાગીદારોના નામો અને કૌભાંડની મોડસ ઓપરેન્ડી જાણીશું.