ગંભીર@દાહોદ: નલસે જલમાં મહીસાગર જેવા કૌભાંડની આશંકા, તપાસ માટે કલેક્ટરને અરજી, ચકચાર મચી

 
Dahid
દાહોદ જિલ્લામાં એક પછી એક કૌભાંડોની હારમાળા સર્જાઇ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દાહોદ જિલ્લામાં નલસે જલની કામગીરીની તાત્કાલિક અસરથી સમીક્ષા, તપાસ અને સરકારના હિતમાં ખાત્રી હેતું કલેક્ટરને ફરિયાદ થઇ છે. કેન્દ્ર રાજ્ય સરકારની અતિ મહત્વની યોજના હોવાનું જણાવી અરજદારે મહીસાગર જેવું કૌભાંડ હોવાનું કહી તપાસ થાય તો કરોડોની ગેરરીતિ સામે આવી શકે તેમ લખ્યું છે. જેમાં જિલ્લા સંકલનની બેઠકમાં વાસ્મો દ્વારા રજૂ થતી વિગતો અને ગ્રાઉન્ડ રીપોર્ટનુ ક્રોસિંગ કરવા પણ જણાવતાં હડકંપ મચી જવા પામ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લામાં એક પછી એક કૌભાંડોની હારમાળા સર્જાઇ છે ત્યારે સ્થાનિક અરજદારે નલસે જલની કામગીરીમાં કૌભાંડ બાબતે કલેક્ટર નિરગુડેને રજૂઆત કરી છે. અરજદારે જણાવ્યું છે કે, નલસે જલની કામગીરીનો રીપોર્ટ ઓનલાઇન અપલોડ કરવાનો છતાં અધૂરી વિગતો છે અને જ્યાં વિડિયો થકી જણાવ્યું ત્યાં જલ નથી તેવી રજૂઆત કરી છે. આટલુ જ નહિ, ઈજનેરો અને એજન્સીઓની મિલીભગતથી કૌભાંડ થયું હોઈ તાત્કાલિક અસરથી એક એક કામમાં ટેન્ડરની જોગવાઈ અને સામે ગ્રાઉન્ડ પરિસ્થિતિની ગુણવત્તા તપાસવા કલેક્ટરને જણાવેલ છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું, અરજદાર ગણપતભાઈ રાઠવાએ નળ તો જળ નથી, અંડર ગ્રાઉન્ડ પાઇપો નાખી તો કનેક્શન નથી આપ્યા, અનેક જગ્યાએ પંચાયતોની જવાબદારી કહી હાથ અધ્ધર કરવામાં આવી રહ્યા અને છેવટે પરેશાની ગામના ગરીબોને થતી હોઈ તપાસ કરવા કહ્યું છે. જો ઉંડી અને ઝિણવટભરી તપાસ થાય તો મહીસાગર જિલ્લા જેવું નલસે જલ કૌભાંડ મળી તેવી ફરિયાદ દાહોદ કલેક્ટરને કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.