ગંભીર@ડીસા: બહારથી આવેલ 3ના સેમ્પલ લીધા, તુરંત કોરોના આવતાં ચોંક્યા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકામાં સૌપ્રથમ કોરોના પોઝીટીવ કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. બહારથી આવ્યા હોઇ તુરંત સેમ્પલ રીપોર્ટ કરાવવા આપ્યો હતો. જેમાં પતિ પત્ની અને એક મહિલા સહિત 3 પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે. માત્ર શંકા અને પૂર્વ કાળજી આધારે તપાસ કરાવતા કોરોના આવ્યો હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. છેક
 
ગંભીર@ડીસા: બહારથી આવેલ 3ના સેમ્પલ લીધા, તુરંત કોરોના આવતાં ચોંક્યા

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકામાં સૌપ્રથમ કોરોના પોઝીટીવ કેસ આવતાં ખળભળાટ મચી ગયો છે. બહારથી આવ્યા હોઇ તુરંત સેમ્પલ રીપોર્ટ કરાવવા આપ્યો હતો. જેમાં પતિ પત્ની અને એક મહિલા સહિત 3 પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે. માત્ર શંકા અને પૂર્વ કાળજી આધારે તપાસ કરાવતા કોરોના આવ્યો હોઇ ચોંકાવનારી સ્થિતિ બની છે. છેક અમદાવાદથી ડીસા સુધીમાં ટેમ્પરેચર ગન દ્વારા તપાસ નહોતી થઈ, તે અત્યંત ગંભીર બન્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે ગત શનિવારે એક દંપતિ અમદાવાદના શાહીબાગથી આવ્યા હતા. જેની ખબર પડતાં શંકાસ્પદ સમજી આરોગ્ય ટીમે સેમ્પલ લઈ હોમ ક્વોરોન્ટાઈન રહેવા આદેશ કર્યો હતો. આજે સોમવારે કોરોના હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. લક્ષણો ન હોવા છતાં માત્ર શંકાને આધારે કોરોના પકડાયો હોઇ ચોંકાવનારી સ્થિતિ ઉભી થઈ છે. મૂળ આસેડા ગામનાં જીવીબેન બાબુભાઈ વાઘેલા(45) અને બાબુભાઈ ઉકાજી વાઘેલા(55)ને તુરંત બનાસ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ડીસા શહેરના ઢેબર રોડ પર રહેતા નીતાબેન રમેશભાઈ દૈયા પણ અમદાવાદથી આવ્યા હોઇ રિપોર્ટના અંતે કોરોના આવ્યો છે.

ગંભીર@ડીસા: બહારથી આવેલ 3ના સેમ્પલ લીધા, તુરંત કોરોના આવતાં ચોંક્યા
File Photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય વ્યક્તિ અમદાવાદથી પાસ લઈ ડીસા આવ્યા હતા. જોકે અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોઇ તપાસ કરી હતી. આથી હોમ ક્વોરોન્ટાઈન કર્યાને સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિને ખુદને પણ ખબર ન હતી કે કોરોના હોઇ શકે આથી પરિવાર, સગાંસંબંધી સહિત જે કોઈના સંપર્કમાં આવ્યા તે તમામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.