ગંભીર@દે.બારીયા: નરેગાના લાભાર્થીઓને સોલારપંપ દેવાના કામમાં ટીડીઓની રાજરમત જાણી ચોંકી જશો

 
Devgadh bariya work
ટીડીઓ કહે, ખેતીવાડીવાળાને પૂછો, ખેતીવાડી વાળા કહે, અમારી પાસે આવી કોઈ કામગીરી નથી.
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
દેવગઢબારિયા તાલુકાને વિકાસશીલ યોજના હેઠળ મળેલી અઢળક વહીવટી મંજૂરીઓની હવે તાત્કાલિક અસરથી પારદર્શક તપાસ જરૂરી બની છે. એક સૌથી મોટી અને જાણીને ચોંકી જવાય તેવી મોડસ ઓપરેન્ડી પણ ખુલી પડી હોઈ લાભાર્થીઓને જાગૃત બનવું પડશે. મનરેગાના જૂથ કૂવાના લાભાર્થીઓને સોલારપંપ સેટ આપવા આયોજન સમિતિએ સરેરાશ 60 લાખ ફાળવ્યા છે. આ કામ ઓનલાઇન જુઓ તો પ્રગતિમાં છે અને ટીડીઓને પૂછતાં ચોંકી જવાય તેવો જવાબ મળે છે. ટીડીઓ દર્શન પટેલે કહે, ખેતીવાડી વાળા કરે છે અને ખેતીવાડી વાળા રાજેશભાઇ કહે છે, આવું કોઈ કામ મારી પાસે નથી. જાણીએ તમારી સહાયના રૂપિયા ઉપર કોણ કરી રહ્યું છૂપાછૂપી.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં નાણાંકીય વર્ષ 2023-24 દરમ્યાન આયોજન હેઠળ અનેક કામોની વહીવટી મંજૂરીઓ આવેલી છે. જેમાં મનરેગાના એવા લાભાર્થીઓ કે, જેઓને જૂથ કૂવા છે પરંતુ વિજળીની સુવિધા નથી તેઓ માટે સોલારપંપ મંજૂર થયા છે. જિલ્લા આયોજન સમિતિએ દેવગઢબારિયા તાલુકાના સરેરાશ 20 લાભાર્થીઓને સોલારપંપ સેટ આપવા 60 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. આ કામગીરીના અમલીકરણ અધિકારી દેવગઢબારિયા ટીડીઓ તરીકે હાલે દર્શન પટેલ છે. હવે આ ટીડીઓ દર્શન પટેલને સદર કામની વિગતો પૂછતાં એક જ જવાબ આપે છે કે, ખેતીવાડી વાળા કરે છે એમને પૂછો. હવે ખેતીવાડી વાળા કર્મચારી રાજેશભાઇને પૂછતાં કહ્યું કે, આવું કોઈ કામ નથી. વાંચો નીચેના ફકરામાં ટીડીઓની રાજરમત.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવગઢબારિયા તાલુકાને વિકાસશીલ યોજનાની જે વહીવટી મંજૂરીઓ મળી છે તેમાં સદર સોલારપંપ સેટના અમલીકરણ અધિકારી ટીડીઓ છે. એટલે કે, મનરેગાના જૂથ કૂવાના લાભાર્થીઓને સોલારપંપ સેટ આપવાનો અમલ ટીડીઓ દર્શન પટેલે પોતાની ટીમ મારફતે કરવાનો થાય છે. જોકે અહીંથી શરૂ થાય છે શંકાસ્પદ રાજરમતની મોડસ ઓપરેન્ડી. આ બાબતે ખેતીવાડીના રાજેશભાઇને ખબર પડી કે, ટીડીઓ દર્શન પટેલ ખેતીવાડીનુ રટન કરે છે ત્યારે રાજેશભાઇએ સોલારપંપનુ કામ પોતાની પાસે ના હોવાની સ્પષ્ટતા કરી. આ પછી ત્રીજા દિવસે કોઈ સ્થાનિક સોલારપંપના લાભાર્થી યાદી પૂછતાં ફરીથી ટીડીઓ દર્શન પટેલે ખેતીવાડીનુ રટણ કર્યુ. નીચેના ફકરામાં વાંચો યોજના સંબંધિત કર્મચારીઓ શું બોલ્યા.
બાંધકામ શાખા
બાંધકામ શાખાના શેખભાઇએ જણાવ્યું કે, સોલારપંપ સેટની કામગીરી મારી પાસે નથી.
મનરેગા શાખા
મનરેગા શાખાના એપીઓ દીલીપભાઇએ જણાવ્યું કે, આવી કોઈ કામગીરી નથી અને મનરેગાના લાભાર્થીઓની યાદી પણ કોઈને આપી નથી.
ખેતીવાડી શાખા 
ખેતીવાડી શાખાના રાજેશભાઇ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી હું અહીંયા છું પણ સોલારપંપની કામગીરી કરી નથી.