આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસને અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે. આવામાં હાલ રાજ્યની પોલીસ લોકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાની સબજેલમાંથી એકસાથે ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાને લઇ પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને પકડી લેવા માટે અલગ-અલગ ટીમ પણ બનાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા છે. આ ત્રણેય કેદીઓ જેલની જાળી તોડીને ફરાર થઈ ગયા છે. આ ત્રણેય આરોપીઓ ઉપર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હતા. ધાનેરાની સબજેલમાંથી નરોત્તમ ઉર્ફે નપીયો, અશોક સાધુ અને પિન્ટુ વાઘેલા નામના કેદીઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થયા બાદ બનાસકાંઠા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code