આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે ધાનેરા તાલુકાના ગામનું તળાવ સુકાઇ જવાનું સામે આવ્યુ છે. જેને લઇ 4000 જેટલા કાચબાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ તળાવ સુકાઇ જતાં જીવદયા પ્રેમીઓ કાચબાઓના અસ્તિત્વ સામે ચિંતિત બન્યા છે. સમગ્ર મામલે જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિતના સ્થાનિક અગ્રણીઓએ તળાવની મુલાકાત કરી છે. આ સાથે તેમને માંગ કરી છે કે, તંત્ર દ્રારા સિપુડેમની પાઇપપાઇન મારફતે પાણી છોડવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે ઉનાળાની શરૂઆતમાં જ તળાવ સુકાઇ ગયુ છે. કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે રામપુરા છોટા ગામનું તળાવ સુકાતાં 4000 જેટલા કાચબાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જેને લઇ જીવદયાપ્રેમી ભરત કોઠારી સહિતના સ્થાનિક અગ્રણીઓએ તળાવની મુલાકાત કરી હતી. સિપુડેમની પાઇપલાઇન ગામમાં આ તળાવમાં મુકેલી હોવાથી જો તંત્ર દ્રારા સિપુ ડેમનું પાણી છોડવામાં આવે તો કાચબાઓનો જીવ બચી શકે તેમ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિપુડેમમાં પાણી છોડવામાં આવેતો કાચબાઓ સિવાય રખડતાં પશુઓ પણ તળાવના પાણીથી પોતાની તરસ છિપાવી શકે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ અગાઉ તળાવમાં 5000 જેટલા કાચબાઓ હતા. પરંતુ કોઇ કારણસર દવાને લીધે 1000 જેટલા કાચબાઓ મરી ગયા હતા. પરંતુ અત્યારે હાલ પણ 4000 જેટલા કાચબા પાણી વગર મરી રહ્યા હોવાથી તંત્ર સીપુડેમનું પાણી છોડે તો તેમનો જીવ બચી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code