ગંભીર@ગાંધીનગર: 7 કરોડના વેપારમાં સેટિંગ્સ બાદ તપાસને લટકાવવા પ્રયાસ, કોણે કેટલી ટકાવારી લીધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગાંધીનગર સ્થિત રમતગમત વિભાગ હેઠળની લાઇબ્રેરી નિયામકની કચેરી દ્વારા તબ્બકાવાર 2 ટેન્ડરમા સ્માર્ટ ગ્રંથાલયની કામગીરી થઇ પરંતુ આ બંને ટેન્ડરમા મસમોટું સેટિંગ્સ ધોળા દિવસે થયું અને સેટિંગ્સ બાજો પોતાનું કામ કાઢી લેવામાં સફળ થયા હતા. આ બાબતનો અહેવાલ આવ્યા બાદ 7 કરોડનો વેપાર આપવા/લેવા સંકળાયેલાઓને તપાસ થવા દેવામાં કોઈ રસ નથી તેમ સામે આવ્યું છે. કડક અને પારદર્શક તપાસ ના થાય તેમજ અહેવાલ ફાઇલે થાય તેવો કરવા/કરાવવા ટકાવારીના રસિયા કામે લાગ્યા છે. મુખ્ય જવાબદાર કરાર આધારિત ગ્રંથાલય નિયામક જાણીજોઈને ઈરાદાપૂર્વક એજન્સીઓને મિલીભગત બહાર ના આવે તેમ રસ દાખવતા ચકચાર મચી ગઇ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ગ્રંથાલય નિયામકની કચેરીએ અગાઉ સરેરાશ રૂપિયા 3 કરોડ અને પછી સરેરાશ 4 કરોડ એમ 7 કરોડ રૂપિયાની ખરીદી ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી સેટિંગ્સ સાથે થવા દીધી હતી. આ બાબતે વારંવાર લાઇબ્રેરી નિયામકને ધ્યાને મૂકવા છતાં ઈરાદાપૂર્વક તપાસ નહિ કરી/કરાવી અને એજન્સીઓની મિલીભગતને કોઈ કારણોસર વશ બની રહ્યા તેના વિશે સવાલો થાય છે. આથી આ સમગ્ર મામલે રમતગમત વિભાગના સચિવ ગુપ્તાજીને ધ્યાને આવતાં તપાસની વાત ઉચ્ચારી હતી જોકે તેની સ્થિતિ સ્પષ્ટ બની નથી. આ તરફ રૂપિયા 7 કરોડના વેપારમાં સંકળાયેલા સેટિંગ્સબાજો અને ટકાવારીની માનસિકતા ધરાવતાઓએ તપાસ શબ્દ સામે જ બંડ પોકારી દીધું છે. કોઈપણ સંજોગોમાં કડક, પારદર્શક, ઝડપી અને કાર્યવાહી લાયક તપાસ અંતિમ તબક્કામાં ના પહોંચે તેવી ગણતરી દોડાવી રહ્યા છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ટેન્ડરમા ટોયક્રા, ગમ્બોલ અને ગુડયુઝ વચ્ચે બનાવટી અને રિંગ વાળી ભાવ ઓફર સ્પર્ધા થઇ છતાં લાઇબ્રેરી નિયામકને કંઈ પડી નથી. આ બધી જ બાબતો જાણતાં લાઇબ્રેરી નિયામકને તપાસ અને કાર્યવાહીમાં કદાચ એટલે રસ ના હોય કેમ કે, કરાર આધારિત હોઈ ફરજ અને પ્રામાણિકતા એવી રાખતા હોય. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જો આ બંને ટેન્ડરમા તાત્કાલિક અસરથી સંપૂર્ણ પારદર્શક તપાસ એ પણ મંઝિલ સુધી ના પહોંચે તો સરકારના નાણાંકીય હિતમાં કયા વિભાગ અથવા કચેરીને સુઓમોટો લેવાની સત્તા છે તે પણ અગત્યનું બની રહેશે.

