ગંભીર@ગુજરાતઃ ગત 24 કલાકમાં 480 નવા કેસ, 30 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાના કેસ એક જ દિવસમાં 480 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 319 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં કોરોનાને કારણે 30 લોકોના દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 21 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ
 
ગંભીર@ગુજરાતઃ ગત 24 કલાકમાં 480 નવા કેસ, 30 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાના કેસ એક જ દિવસમાં 480 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 319 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં કોરોનાને કારણે 30 લોકોના દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 21 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1239 પર પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 5205 કેસ એક્ટિવ છે, જે પૈકી 5138 સ્ટેબલ છે. જ્યારે 67 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 13643 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1249 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 318 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા 6, બનાસકાંઠા 6, પાટણ 5, ખેડામાં 4, સુરેન્દ્રનગરમાં 4, રાજકોટમાં 3, આણંદમાં 3, ભાવનગરમાં 2, ભરૂચમાં 2, વલસાડમાં 2, અરવલ્લીમાં 1, કચ્છમાં 1, દાહોદમાં 1, નવસારીમાં 1, અમરેલીમાં 1 અને અન્ય રાજ્યનાં 2 કેસ થઇને કુલ 480 કેસ આજના દિવસમાં નોંધાયા હતા.