ગંભીર@ગુજરાત: દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા 68 લોકો હજુ લાપત્તા

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં દિલ્હી તબલીગી જમાતમાંથી ગયેલા હજુ કેટલાક લાપતા છે. જેને પગલે તેમને શોધવા તંત્રએ કવાયત હાથ ધરી છે. અત્યાર સુધીમાં 82 લોકોની ઓળખ કરાઈ છે. ગાયબ થયેલા લોકોની ક્રાઈમબ્રાંચ અને ATS શોધખોળ કરી રહી છે. દિલ્હીના તબલીગી જમાતનું અમદાવાદમાં કનેક્શન સામે આવ્યું છે. કનેક્શન સામે આવ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે. અટલ સમાચાર
 
ગંભીર@ગુજરાત: દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા 68 લોકો હજુ લાપત્તા

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં દિલ્હી તબલીગી જમાતમાંથી ગયેલા હજુ કેટલાક લાપતા છે. જેને પગલે તેમને શોધવા તંત્રએ કવાયત હાથ ધરી છે. અત્યાર સુધીમાં 82 લોકોની ઓળખ કરાઈ છે. ગાયબ થયેલા લોકોની ક્રાઈમબ્રાંચ અને ATS શોધખોળ કરી રહી છે. દિલ્હીના તબલીગી જમાતનું અમદાવાદમાં કનેક્શન સામે આવ્યું છે. કનેક્શન સામે આવ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદનું આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા જમાતથી આવેલા લોકોની તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, આજે અમદાવાદમાં 7 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક કાલુપુરના દર્દીનું જમાતનું કનેક્શન સામે આવ્યું. 68 વર્ષીય પુરૂષે નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપી હતી.

કોરોનાના કહેરને લઈને અમદાવાદ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે AMC દ્વારા શહેરના દરેક ઝોનમાં કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા દિલ્લીના તબલીગી જમાત કાર્યક્રમમાંથી આવેલા તમામ લોકોને શોધવામાં આવી રહ્યા છે. કોરોનાની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલરૂમની મદદ લેવામાં આવશે અને શંકાસ્પદ કેસો માટે કંટ્રોલરૂમની મદદ લેવાશે.