આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી ટ્વિટ ખુદ સરકારને શંકાના દાયરમાં ઉભી રાખે છે. ધાનાણીનું કહેવું છે કે ગુજરાતમાં વણ નોંધાયેલાં હજારો કોરોનાના દર્દીઓ છે. પરંતુ ટેસ્ટ ઘટાડી સરકાર આંકડાઓ છુપાવી રહી છે. પરેશ ધાનાણીએ ગઈકાલે પોતાના ટ્વિટરમાં ઘણી બધી પોસ્ટ મુકી રૂપાણી અને ભાજપ સરકાર સવાલો ઉઠાવ્યા છે. જો કે મહામારી વચ્ચે 35 દિવસની સરકારની પડખે ઉભેલું વિપેક્ષ અચાનક કેમ મોઢું ફેરવ્યું. વાત એવી છે કે કોરોના કેસની સેમ્પલ સર્વેની કામગીરી સરકારે એકાએક ઘટાડી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજય્માં આ અંગે માત્ર વિપક્ષ જ નહીં પત્રકારોએ પણ પ્રશ્ન પુછ્યા ત્યારે આરોગ્ય સચિવે ગોળ ગોળ જવાબો આપ્યા છે. ધાનાણીની આ પોસ્ટ રૂપાણી સરકારની કામગીરી પર સીધો પ્રશ્નાર્થ ઉઠાવે છે કે આટલી મોટી મહામારી વચ્ચે લોકો મરી રહ્યા છે છતાં આકડાઓની રમત કરવા અને ગુજરાત મોડલને સબ સલામત દેખાડવા કેમ આરોગ્ય વિભાગ કોરોના ટેસ્ટ વધારતી નથી. હકીકતમાં કેસો વધુ છે અને ટેસ્ટ થતાં નથી એટલે દેખાતાં નથી એવું ધાનાણી જણાવે છે. આ ઉપરાંત ધાનાણીએ લોકડાઉન ખોલવા, રમઝાનમાં છુટછાટ, કોમવાદી ભાજપ સરકાર મુદ્દે પોતાની ટ્વિટમાં જણાવ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code