ગંભીર@ગુજરાતઃ માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ્સ પકડાયું, 23 આરોપી ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને કેટલાક મુદ્દાને ગંભીરતાથી લઈ કામ કરવાની વાત કરી હતી અને જેમાં ડ્રગની (Drugs) હેરાફેરી કરતા લોકોને જેલ પાછળ મોકલવાની પણ વાત હતી. જેના ભાગ રૂપે 5થી 25 સપ્ટેમ્બર 2020 સુધી માદક પદાર્થ અને અન્ય નાશની વસ્તુઓને લઈ સ્પેશ્યલ ડ્રાઈવનો આદેશ કર્યો
 
ગંભીર@ગુજરાતઃ માત્ર 9 દિવસમાં 1.25 કરોડનું ડ્રગ્સ પકડાયું, 23 આરોપી ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને કેટલાક મુદ્દાને ગંભીરતાથી લઈ કામ કરવાની વાત કરી હતી અને જેમાં ડ્રગની (Drugs) હેરાફેરી કરતા લોકોને જેલ પાછળ મોકલવાની પણ વાત હતી. જેના ભાગ રૂપે 5થી 25 સપ્ટેમ્બર 2020 સુધી માદક પદાર્થ અને અન્ય નાશની વસ્તુઓને લઈ સ્પેશ્યલ ડ્રાઈવનો આદેશ કર્યો હતો. જેના ભાગ રૂપે છેલ્લા નવ દિવસમાં જ પોલીસે રાજયમાંથી 1.23 કરોડની કિંમતનું ડ્રગ પકડી પાડ્યું છે અને જેમાં કુલ 23થી વધુ આરોપીઓ પણ પકડી પાડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજયમાં કુલ 26થી વધુ કેસો પણ કરવામાં આવ્યા છે. પીઆઈટી હેઠળ પણ 2 કેસો કરવામાં આવ્યા છે અને આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જોકે તેની સાથેસાથે રાજયમાં પકડી પાડવામાં આવેલા માદક દ્રવ્યો બદલાઈ ના જાય અથવા ચોરી ના થાય તેને ધ્યાનમાં રાખી નાશ નિકાલ માટે એક કમિટિની રચના પણ કરવા માં આવી છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લાઓ અને શહેરોમાં સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથો સાથ કલમ 68(એફ) મુજબ પણ એક કેસ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, ડ્રગ જેવા કેસોમાં રાજય સરકાર બાતમી દારો અને પોલીસને ઇનામ મળે તે માટે ઈનામ યોજના માટે પણ વિચારી રહી છે અને જેનાથી વધુ કેસો થઈ શકે છે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (crime branch) એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી ચાર આરોપીની ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. આ આરોપીઓ ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખીને ડ્રગ્સની ડિલીવરી કરતા હતા. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં મોટો રોલ ભજવતા પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ છે. ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. વર્ષ 2019મા શહેઝદ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો હતો.