ગંભીર@ગુજરાત: વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચારની આશંકાને લઇ CMને રજૂઆત

અટલ સમાચાર,ડેસ્ક નર્મદા જિલ્લાના ભાજપના ધારાસભ્યએ ખુદ પોતાના જ પક્ષનો વિરોધ કરવા માટે પંકાયેલા છે. ચાહે આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી મનસુખ વસાવા કોઈને પણ સંભળાવવાથી નથી ચુકતા ત્યારે ફરીથી વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને મનસુખ વસાવાએ આક્ષેપબાજી કરતો પત્ર CM રૂપાણીને લખ્યો છે. સરકાર ચાહે પક્ષની હોય કે વિપક્ષની આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા મનસુખ
 
ગંભીર@ગુજરાત: વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચારની આશંકાને લઇ CMને રજૂઆત

અટલ સમાચાર,ડેસ્ક

નર્મદા જિલ્લાના ભાજપના ધારાસભ્યએ ખુદ પોતાના જ પક્ષનો વિરોધ કરવા માટે પંકાયેલા છે. ચાહે આનંદીબેન પટેલ હોય કે વિજય રૂપાણી મનસુખ વસાવા કોઈને પણ સંભળાવવાથી નથી ચુકતા ત્યારે ફરીથી વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચારને લઈને મનસુખ વસાવાએ આક્ષેપબાજી કરતો પત્ર CM રૂપાણીને લખ્યો છે. સરકાર ચાહે પક્ષની હોય કે વિપક્ષની આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા મનસુખ વસાવા હંમેશા પોતાની યોગ્ય કે અયોગ્ય વાત રજૂ કરતા ખચકાંતા નથી ત્યારે ફરીથી વનબંધુ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે તેમણે CM રૂપાણીને પત્ર લખ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. અને આ સમગ્ર મામલે વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજનાના કામોમાં જિલ્લા અને તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો છે. વનબંધુ કલ્યાણ યોજનામાં કૌભાંડની શક્યતાને લઈને વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસ કરવાની માગ કરી છે

રાજ્યમાં લોકડાઉન છે. જેને પગલે અનેક લોકોના રોજગાર-ઘંઘા બંધ હતો. જેને લઈને ભરૂચના સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતો. વસાવાએ પત્રમાં ,ભરૂચ-નર્મદાના 2-3 ગામો સિવાય બીજા ગામે કેસ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અને આથી પત્રમાં ખેડૂતો સાથે સંકળાયેલા અધૂરા પ્રોજેક્ટો પૂર્ણ કરવા માટે માગ કરી હતો. જો આ કામો શરૂ થાય તો આદિવાસીઓને પણ રોજગારી મળે તેવો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો હતો.

આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર બનાવીને આદિવાસી સમાજના હિતોને નુકસાન પહોંચાડવા મામલે હવે મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજ ધરણા પર ઉતર્યો હતા. જેમાં મનસુખ વસાવા પણ જોડાયા હતા. અને અહીં મનસુખ વસાવા સરકાર વિરુદ્ધ જ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.