ગંભીર@હિંમતનગર: કોરોના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાઇનો લાગી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોના કહેર વચ્ચે સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં કોરોનાના કેસમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખવાની જગ્યા ન હોવાની સ્થિતિ બની છે. આ કારણે ગઇકાલે રાત્રીથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
 
ગંભીર@હિંમતનગર: કોરોના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાઇનો લાગી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોના કહેર વચ્ચે સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં કોરોનાના કેસમાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખવાની જગ્યા ન હોવાની સ્થિતિ બની છે. આ કારણે ગઇકાલે રાત્રીથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઇનોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગઇકાલે મોડીરાત્રીથી 10થી વધુ 108 એમ્બ્યુલન્સ દર્દીને દાખલ કરવા હોસ્પિટલની બહાર પોતાનો વારો આવવાની રાહ જોઇ રહી છે. કોવિડ-19ના દર્દીઓને લઇને એમ્બ્યુલન્સે દર્દીને જ્યાર સુધી બેડ ખાલી ના મળે ત્યા સુધી લાઇનમાં જ ઉભા રહેવુ પડે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા, અરવલ્લીમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે કોવિડ-19ના દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ આવતા મોટાભાગના બેડ ફુલ થઇ ગયા છે અને હવે તેમણે રાખવાની સુવિધા પણ નથી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજનનો જથ્થો ખુટી પડે તેવી દહેશત ઉભી થવા પામી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જલ્દી ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં આવે તેવી માંગ પણ થઇ રહી છે નહી તો અનેક લોકો ઓક્સિજનના અભાવને કારણે મોતને ભેટી શકે છે.