ગંભીર@કચ્છ: આરોપીને કોરોના, DySp સહિત 35 પોલીસકર્મીઓ હોમ કવોરેન્ટાઈન

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે કચ્છમાં આરોપી પોઝિટીવ આવતા DySp સહિત 35 પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગાંજા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કારણે પૂર્વ કચ્છ ડીવાયએસપી, બે પીઆઈ સહિત ૩પ પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન થવાની ફરજ પડી છે. આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ પોલીસ મથકમાં લઈ જઈને જેલમાં ધકેલ્યા સુધીમાં ૩૪ પોલીસકર્મીઓ સંપર્કમાં આવ્યા
 
ગંભીર@કચ્છ: આરોપીને કોરોના, DySp સહિત 35 પોલીસકર્મીઓ હોમ કવોરેન્ટાઈન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે કચ્છમાં આરોપી પોઝિટીવ આવતા DySp સહિત 35 પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગાંજા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કારણે પૂર્વ કચ્છ ડીવાયએસપી, બે પીઆઈ સહિત ૩પ પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન થવાની ફરજ પડી છે. આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ પોલીસ મથકમાં લઈ જઈને જેલમાં ધકેલ્યા સુધીમાં ૩૪ પોલીસકર્મીઓ સંપર્કમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

કચ્છ જીલ્લાના અંજારના મેધપર બોરીચીનો આરોપી ગત દિવસોએ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. આ દરમ્યાન આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે પોઝિટીવ આવ્યો હતો. પરિણામે પૂર્વ કચ્છ ડીવાયએસપી ડી.એસ.વાઘેલા, એસઓજી પીઆઈ, અંજાર પીઆઈ સહિત ૩પ પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન થવાનો વારો આવ્યો છે. અંજાર પીઆઈ સોલંકી સહિત અંજાર પોલીસ મથકના કુલ રપ અધિકારી-કર્મચારીઓને એકાંતવાસમાં ધકેલવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ વી.પી.જાડેજા, પીએસઆઈ લાંબરીયા સહિત નવ પોલીસ કર્મીઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાંજાના કેસમાં આરોપીનો કોરોના રીપોર્ટ સમયસર કરાવવામાં ન આવતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને હોમ કવોરેન્ટાઈન કરવાની ફરજ પડી છે. તો આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કામગીરીમાં હાઈકોર્ટે આપેલા કોરોના સંદર્ભના દિશા નિર્દેશોનું પણ પાલન કરવામાં ચુક થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે. મેઘપર બોરીચીમાં ગાંજા સાથે ઝડપાયેલા આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જે તે વખતે આરોપીની ધરપકડ કરવાની સાથે જ તેનો કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરીમાં પોલીસ દ્વારા બેદરકારી દાખવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ મામલે જીણવટપૂર્વકની તપાસના આદેશ અપાયેલા છે.