ગંભીર@લીમખેડા: ટીડીઓ રાવતના રાજમાં ભ્રષ્ટાચારની બૂમાબૂમ, મનરેગા બાદ બોગસ કર્મચારી ઘૂસ્યા

 
Karmchari
ટીડીઓ રાવતને સરકારશ્રીની કચેરી અને તેની ગોપનીયતા વિશેની ગંભીરતાને સામાન્ય લઈ રહ્યા છે‌

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકા પંચાયતના વહીવટ બાબતે છેલ્લા કેટલાક સમયથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અલગ અલગ રીપોર્ટ કરવામાં આવ્યા છે. મનરેગામાં થોકબંધ ભ્રષ્ટાચાર બાદ કચેરીમાં બોગસ કર્મચારી બની ઘૂસણખોરી કરતાં ઈસમો પણ હવે બૂમ પડાવી રહ્યા છે. ટીડીઓ રાવતના રાજમાં નાણાંનો મોહ ભ્રષ્ટાચારીઓને એટલો બધો વધી ગયો કે, હવે ગમે તે હદે જઈ રહ્યા છે. બોગસ માણસો કચેરીની અનેક શાખાના કાગળો સાથે બિંદાસ ચેડાં કરતાં છતાં ટીડીઓ રાવતને સામાન્ય લાગે તે ખૂબ ગંભીર છે. જો વિકાસ કમિશ્નર અને સીઆરડી કમિશ્નર એકવાર તાલુકામાં ઉતરી જાય તો એકસાથે અનેક જાતનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર કરી શકે છે. જાણીએ કેમ અને કેવી રીતે ટીડીઓ રાવતના રાજમાં ભ્રષ્ટાચારની બૂમાબૂમ વધી તેના વિશે.


લીમખેડા તાલુકાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા હેઠળ સ્ટોનબંડના કામો ઈરાદાપૂર્વક કરાવવામાં આવી રહ્યા છે. મટીરીયલ એજન્સી અને મનરેગાના મળતિયા વચ્ચેની ભાઈબંધીને લીધે સ્ટોનબંડમા મહા ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે. આ બાબતના અનેક ન્યૂઝ રિપોર્ટ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થયો કે, લીમખેડા તાલુકા પંચાયતમાં ભેદી ઈસમો બોગસ કર્મચારી બની કચેરીના ગોપનીય રેકર્ડની મનસ્વી હેરાફેરી કરી રહ્યા હોય તેવો વિડિયો વાઇરલ થઇ ગયો. આ વિડીયો બાદ પત્રકારોએ ટીડીઓ રાવતને પૂછતાં જણાવ્યું કે, જે તે વખતે કહેવાય હવે શું કરીએ. એટલે કે, ટીડીઓ રાવતને સરકારશ્રીની કચેરી અને તેની ગોપનીયતા વિશેની ગંભીરતાને સામાન્ય લઈ રહ્યા છે‌. જાણકારોના મતે, ઇન્ચાર્જ ટીડીઓ પરમાર બાદ આવેલા ટીડીઓ રાવત ભ્રષ્ટાચાર અટકાવવા કેમ ઠોસ‌ અને કડક કાર્યવાહી નથી કરતાં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. વાંચો નીચેના ફકરામાં

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીડીઓ રાવત બધું જાણે છે, સમજે છે પરંતુ જો કોઈ ભ્રષ્ટાચારની લેખિત મૌખિક રજૂઆત કરે તો સામેવાળા કોઈ ઈરાદાપૂર્વક અને હેતુ પાર પાડવા કરતાં હોવાની દલીલ કરે છે. ટીડીઓ રાવતની આ માનસિકતાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધનો અવાજ જાણે દબાઇ જતો હોય તેવી સ્થિતિ છે. ભ્રષ્ટાચારની ફરિયાદનો નિયમાનુસાર નિકાલ કરવાને બદલે અરજદારની માનસિકતા આધારે નિર્ણય લેવાની આ સ્ટાઇલ પારદર્શકતા વિરૂદ્ધ ખતરનાક બની છે. ટીડીઓ રાવતના રાજમાં મનરેગાના કામો, નાણાપંચના કામો, વિકાસશીલના કામો, વિવેકાધીનના કામો અને ટ્રાયેબલની ગ્રાન્ટના કામોની જો ઉંડાણપૂર્વકની તપાસ થાય તો સરકાર ધારે તેવી રિકવરી કરી શકે તેવું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.