ગંભીર@મેઘરજ: PSI-બુટલેગરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, દારૂની મોંઘી બોટલ માંગી

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ કોરોનાકાળ વચ્ચે મેઘરજ પોલીસ સ્ટેશનના PSI અને બુટલેગરથી કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં PSI બુટલેગર પાસે એક મોંઘીદાટ દારૂની બોટલની માંગ કરી રહ્યા હોવાનું સંભળાય છે. જેથી સમગ્ર પોલીસબેડામાં આ કથિત ઓડિયો ક્લિપ ચર્ચાનું કેન્દ્ર બની છે. વાયરલ વીડિયોને લઇ અરવલ્લી SPએ સમગ્ર મામલે
 
ગંભીર@મેઘરજ: PSI-બુટલેગરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, દારૂની મોંઘી બોટલ માંગી

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

કોરોનાકાળ વચ્ચે મેઘરજ પોલીસ સ્ટેશનના PSI અને બુટલેગરથી કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં PSI બુટલેગર પાસે એક મોંઘીદાટ દારૂની બોટલની માંગ કરી રહ્યા હોવાનું સંભળાય છે. જેથી સમગ્ર પોલીસબેડામાં આ કથિત ઓડિયો ક્લિપ ચર્ચાનું કેન્દ્ર બની છે. વાયરલ વીડિયોને લઇ અરવલ્લી SPએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યાં હોવાની વિગતો સામે આવી છે. નોંધનિય છે કે, અટલ સમાચાર ડોટ કોમ આ ઓડિયોની કોઇ પુષ્ટિ કરતુ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજના PSIનો કથિત ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દારૂબંધીની વાતો તો દૂર પરંતુ પોલીસ અને બુટલેગરોની મિલિભગત હોવાની સ્થિતિનું નિમાર્ણ ઓડિયો ક્લિપથી થયુ છે. મેઘરજ PSI એન.એમ.સોલંકી અને બુટલેગર વચ્ચે થયેલ વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. કથિત ક્લિપ જેમાં બુટલેગરને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની બોટલો લાવતા સમયે બોર્ડર પર ચેકીંગ ના થાય તે માટે ભલામણ કરવાની વાતચીત નો ઉલ્લેખ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કથિત ક્લિપમાં દારૂની બોટલો લઈ જવા દેવા PSIએ ઊંચી બ્રાન્ડની દારૂની બોટલ માંગી છે. જેને લઇ હવે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે PSI સોલંકી સામે તપાસના આદેશ આપ્યાં હોવાની વિગતો મળી રહી છે. જાણકારોના મત મુજબ ઓડિયો ક્લિપ મામલે પી એસ આઈ સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ થઈ શકે છે. જોકે પોલીસ અને બુટલેગરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. અટલ સમાચાર ડોટ કોમ વાયરલ કથિત ઓડિયો ક્લિપની કોઇપણ પ્રકારની પુષ્ટિ કરતુ નથી.

ગંભીર@મેઘરજ: PSI-બુટલેગરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, દારૂની મોંઘી બોટલ માંગી