ગંભીર@મહેસાણા: ફરજ માટે અમદાવાદ ગયેલા 29 કર્મચારી શંકાસ્પદ બન્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પંચાયતે બે ટીમને તબક્કાવાર અમદાવાદ કોર્પોરેશન હસ્તક મોકલી હતી. જેમાં એક ટીમના કુલ 15 કર્મચારી પરત આવ્યા તેમાં એકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે ડેપ્યુટેશન ઉપર ગયેલા તમામ કર્મચારીઓ કોરોના શંકાસ્પદ બન્યા છે. મહેસાણા જિલ્લા તંત્રએ એકનો પોઝીટીવ રિપોર્ટ જાણી પ્રથમ ટીમના 14ને હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. સમગ્ર મામલે
 
ગંભીર@મહેસાણા: ફરજ માટે અમદાવાદ ગયેલા 29 કર્મચારી શંકાસ્પદ બન્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પંચાયતે બે ટીમને તબક્કાવાર અમદાવાદ કોર્પોરેશન હસ્તક મોકલી હતી. જેમાં એક ટીમના કુલ 15 કર્મચારી પરત આવ્યા તેમાં એકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે ડેપ્યુટેશન ઉપર ગયેલા તમામ કર્મચારીઓ કોરોના શંકાસ્પદ બન્યા છે. મહેસાણા જિલ્લા તંત્રએ એકનો પોઝીટીવ રિપોર્ટ જાણી પ્રથમ ટીમના 14ને હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. સમગ્ર મામલે અમદાવાદ કોર્પોરેશનની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહેસાણા શહેરમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવતાં દોડધામ મચી ગઇ છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 15 કર્મચારીઓની કુલ બે ટીમ અમદાવાદ ફરજ પર મોકલી હતી. જેમાં પ્રથમ ટીમ પરત આવી છે. જ્યારે બીજી ટીમના કુલ 15 કર્મચારી અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ પૂર્ણ કરવા તરફ છે. જોકે પ્રથમ ટીમના 15 પૈકી 1નો રીપોર્ટ પોઝીટીવ આવતાં બાકીના 14ને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન કર્યા છે. હવે બીજી ટીમ પરત આવતાં જન આરોગ્ય બાબતે કાળજી રાખવી અત્યંત મહત્વની બની ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ પર ગયેલા કુલ બે વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં લાખવડી ભાગોળ સિવાય કડી તાલુકામાં ફરજ બજાવતી યુવતીને પણ પોઝીટીવ આવ્યો છે. જોકે યુવતી મૂળ અમદાવાદની હોવાથી ત્યાં જ આઇસોલેટ કરવામાં આવી છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ પર ગયેલા કુલ 30 પૈકી એકનો રિપોર્ટ પોઝીટીવ આવતાં બાકીના 29 કર્મચારી શંકાસ્પદ બન્યા છે. આથી સંબંધિતોના પરિજનો પણ ભારે ચિંતા હેઠળ આવ્યા છે.